Ram Lalla: રામ લલ્લાને 11 કરોડની અનોખી ભેટ
આ ખાસ ક્ષણની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર લોકો પોતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યાં છે
રામ લલ્લાના દિવ્ય આભૂષણ અને વસ્ત્રો જોઇ ભક્તો મંત્રમુગ્ધ છે. ચારેય બાજુ તેની ચર્ચા થઇ રહી છે.
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ લલ્લાએ સોનાના રત્ન જડિત વિવિધ આભૂષણો અને ખાસ પીતાંબર વસ્ત્રો ધારણ કર્યા હતા.
રામ લલ્લા માટે દેશ-વિદેશમાંથી ભેટ આવી રહી છે. ગુજરાતમાંથી સુવર્ણ મુગટ અર્પણ કરાયો છે.
સુરતના હીરાના વેપાર મુકેશ પટેલે લલ્લાને રત્ન જડિત સોનાનો મુગટ અર્પણ કર્યો છે.
મુકેશ પટેલ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના માલિક છે અને તેમણે રામ લલ્લાને આ મુગટ અર્પણ કર્યો છે.
રામ લલ્લાના રત્ન જડિત સુવર્ણ મુગટની કિંમત 11 કરોડ રૂપિયા છે.
આ મુગટમાં હીરા, માણેક, પન્ના જડવામાં આવ્યા છે.
રામ લલ્લાના રત્ન જડિત સુવર્ણ મુગટની કિંમત 11 કરોડ રૂપિયા છે.