ગુરૂ ગ્રહ વર્ષ 2023 દરમિયાન મીન રાશિમાં ગોચર કરશે. જેનાથી ત્રણ રાશિના જાતકો માટે ધન લાભ સહિત બને છે રાજયોગ
વર્ષ 2023 માં ગુરૂ ગ્રહ રાશિ પરિવર્તન કરશે, જેનાથી કેટલીક રાશિના જાતકોને લાભ થશે. આ જાતકોને ગુરૂનું શુભ ફળ મળશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂ 24 નવેમ્બર 2022 થી મીન રાશિમાં માર્ગી છે જે 22 એપ્રિલ 2023 ના રોજ રાશિ પરિવર્તન કરી મેષ રાશિમાં આવશે.
મેષ રાશિમાં પ્રવેશ કરતાં ગુરૂ ગજલક્ષ્મી રાજયોગ બનાવશે. જે કેટલીક રાશિના જાતકો માટે લાભ કરી શકે છે.
ગુરૂ ગજલક્ષ્મી રાજયોગથી મેષ રાશિના જાતકો માટે આગામી વર્ષ સારૂ રહેશે. કરિયરમાં સફળતા મળવાના યોગ છે. નોકરીમાં નવી તકો મળી શકે છે.
મેષ
નોકરીમાં પરિવર્તનના પણ યોગ છે. વેપાર ધંધામાં પણ સારો લાભ થઇ શકે છે. એકંદરે મેષ રાશિ માટે અચ્છે દિન છે.
મેષ
ગુરૂનું રાશિ પરિવર્તન થતાં મિથુન રાશિના જાતકોને એનો સારો લાભ મળશે. આવક અને આવકના સ્ત્રોત વધી શકે છે.
મિથુન
રોકાણથી પણ લાભ થઇ શકે છે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાની પણ સંભાવના જોઇ શકાય છે.
મિથુન
આ રાશિના જાતકોને લાભ થઇ શકે છે. વેપાર અને નોકરીમાં સારા દિવસો આવશે. કાર્યસ્થળે સહકર્મીઓ અને અધિકારીઓનો પુરો સહયોગ મળી શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. અંગત જીવન પણ ખુશહાલ રહેશે