શિવલિંગ પર જળાભિષેક વખતે આટલું ધ્યાન રાખો

Jul 07, 2023, 02:53 PM

શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને જળ ચઢાવતા સમયે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરુરી છે.

જળ ચઢાવતા સમયે ઝડપી ધાર અર્પિત ન કરો. જળ એકદમ ધીરે ધીરે ચઢાવો અને શિવમંત્રનો જાપ કરતા રહો.

તાંબા, કાંસા અથવા ચાંદીના પાત્રમાં જળ લઇને સૌથી પહેલા જળ ભગવાનના જમણી તરફ ચઢાવો. જે ગણેશજીનું સ્થાન માનવામાં આવે છે. જળ ચઢાવતા સમયે ગણેશ મંત્રનો જાપ કરો.

જમણી તરફથી જળ ચઢાયા બાદ ડાબી તરફ જળ ચઢાવો. આ સ્થાનને ભગવાન કાર્તિકનું સ્થાન માનવામાં આવે છે.

ડાબા અને જમણા તરફ ચઢાવ્યા બાદ જળ ભગવાનના વચ્ચે ચઢાવો. આ સ્થાન શિવજીના પુત્ર અશોક સુંદરીનું છે.

અશોક સુંદરીને જળ ચઢાવ્યા બાદ જળધારીને ગોળાકાર હિસ્સામાં જળ ચઢાવો. આ સ્થાને માતા પાર્વતીના હસ્તકમલ હોય છે.

અંતમાં શિવલિંગમાં ધીમે ધીમે શિવ મંત્ર બોલતા જળ ચઢાવો

હંમેસા બેસીને શિવલિંગમાં જળ અર્પણ કરો. માનવામાં આવે છે કે ઊભા રહીને જળ ચઢાવવાથી શિવજી પ્રસન્ન થતાં નથી અને પુજાનું પુષ્ણ ફળ મળતું નથી.