આ સાત દિવસોમાં બિલકુલ પણ ન તોડો બિલી પત્ર,શિવજી થશે ગુસ્સે

Jul 05, 2023, 03:04 PM

શિવની પૂજા દરમિયાન જળાભિષેક, દુધાભિષેક, બેલપુત્ર, ધતૂરા વગેરે ચઢાવવો ખુબ જ શુભ માનવામાં આવે છે

શિવજીને માત્ર એક બિલ્લી પત્ર શ્રદ્ધા પુર્વક ચઢાવવામાં આવે તો તેઓ ઝડપી પ્રસન્ન થઇ જાય છે

શિવજી સુખ સમૃદ્ધિના આશિર્વાદ આપે છે. શિવપુરાણમાં ભગવાન શિવને બિલીપત્ર ચઢાવવાના નિમય જણાવવામાં આવ્યા છે 

શિવપુરાણ અનુસાર બિલીપત્ર ચઢાવતા સમયે કેટલાક નિયમોનું જરૂર પાલન કરવું જોઇએ. શાસ્ત્રો અનુસાર બિલીપત્ર સોમવારના દિવસે બિલકુલ ન તોડવું જોઇએ.

શિવપુરાણ અનુસાર માસની ચોથ, આઠમ, નૌમ, ચૌદશ અને અમાસની તિથિના દિવસે પણ બિલીપત્ર ન તોડવું જોઇએ. આ દિવસે બિલીપત્ર તોડવાથી ભગવાન શિવ નારાજ થાય છે.

શિવપુરાણ અનુસાર બિલીપત્ર તોડ્યા બાદ આશરે 6 મહિના સુધી વાસી થતાં નથી. જેને તમે તમારી શ્રદ્ધા સાથે ભોલેનાથને ચઢાવી શકો છો.

જો તમે શિવમંદિર ગયા છો અને તમારી પાસે બિલીપત્ર નથી તો તમે મંદિરમાંથી બીજાના ચઢાવેલા બિલીપત્ર ઉઠાવીને ધોઈ લો અને પછી ફરીથી બિલીપત્ર ચઢાવી શકો છો.