Jul 19, 2024
શ્રવાસ માસ ભગવાનને સમર્પિત છે. શ્રવાસ માસમાં દેવાધીદેવ ભગવાન શંકરની પૂજા આરાધના કરવામાં આવે છે. ભોળેનાથના સમગ્ર ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે. જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનું વિશેષ મહાત્મય છે.
સોમનાથ જ્યોતિર્લિંગ ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ છે. તે ગુજરાતના પ્રભાસ પાટણમાં દરિયા કિનારે આવેલું છે. જ્યોતિર્લિંગની સ્થાપના ચંદ્ર દેવ દ્વારા કરાઇ હોવાથી તેમને સોમનાથ કહેવાય છે.
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ને શ્રીશૈલ જ્યોતિર્લિંગ પણ કહેવાય છે. તે આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં કૃષ્ણ નદી કિનારે પર્વત પર આવેલું છે. આ સ્થળે શક્તિ પીઠ અને જ્યોતિર્લિંગ બંને છે.
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. ભગવાનનું એક માત્ર દક્ષિણાભીમુખ જ્યોતિર્લિંગ છે. અહીની ભસ્મ આરતી જોવાલાયક છે. આ મંદિરના ગર્ભગૃહની છત પર શ્રી રુદ્ર યંત્ર બનેલુ છે. અહીં શક્તિ પીઠ અને જ્યોતિર્લિંગ બંને છે.
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખંડવામાં નર્મદા નદીના ત્રિવેણી સંગમ પર આવેલું સુંદર મંદિર છે. અહીં ભગવાન શિવના બે - ઓમકારેશ્વર અને મમલેશ્વર મંદિર છે. અહીં વિધ્યાંચલ પર્વત ॐ આકારમાં દેખાય છે.
કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાંઆવેલું પ્રખ્યાત શિવમંદિર છે, તે હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ છે. ચારધામ પણ સમાવેશ થાય છે. હિમાલયની પર્વતમાળામાં આવેલું હોવાથી કેદારનાથની યાત્રા કઠિન છે. આ મંદિર દર્શન માટે માત્ર 6 મહિના ખુલ્લું રહે છે.
ભીમાશંકર મંદિર મહારાષ્ટ્રના પુના નજીક સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું શિવ મંદિર છે. અહીં ભીમા નામની નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે, આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદી ને મળે છે.
કાશી વિશ્વનાથ મંદિર ઉત્તરપ્રદેશના કાશી એટલે વારાણસીમાં ગંગા નદી કિનાર આવેલું પૌરાણિક મંદિર છે. વારાણસી ભારતનું પવિત્ર નગર છે, તે ભગવાન શિવના ત્રિશુલ પર ટકેલી હોવાની અને ભગવાન પોતે આ નગરની રક્ષા કરતા હોવાનું મનાય છે. ભગવાન શંકર અહી વિશ્વનાથ અથવા વિશ્વૈશ્વરા તરીકે પૂજાય છે. કાશીને મંદિરનું નગર કહેવાય છે.
ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં નાસિક નજીક ગોદાવરી નદીના કાંઠે આવેલું મંદિર છે. અહીના જ્યોતિર્લિંગમાં બહ્મા, વિષ્ણુ અને શંકર ત્રણેય બિરાજમાન છે. કાળા પથ્થર માંથી નિર્મિત આ મંદિરમાં કાલ સર્પ દોષ, પિંડદાન અને નારાયણ નાગબલીની પૂજા કરવામાં આવે છે.
વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડના દેવધરમાં આવેલું છે. અહીંના દેવને વૈદ્યનાથ અને બૈદ્યનાથ કહેવાય છે, જેનો મતલબ અનુક્રમે દેવતાઓનું ઘર અને દેવતાઓના વૈદ્ય થાય છે. અહીં દર્શન કરવાથી ભક્તોની ઇચ્છા પૂર્ણ થતી હોવાથી તેને કામના લિંગ પણ કહેવાય છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. આ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણ અને અન્ય હિંદુ શાસ્ત્રોમાં જોવા મળે છે.
રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુમાં દરિયા કિનારે આવેલું પ્રસિદ્ધ શિવ મંદિર છે. આ જ્યોતિર્લિંગની સ્થાપના ત્રેતાયુગમાં ભગવાન રામ દ્વારા રાક્ષણ રાવણના વધ અને લંકા વિજયની આશીર્વાદ પ્રાપ્તિ માટે કરવામાં આવી હતી. હિંદુ ધર્મના આ દિશામાં આવેલા ચારધામમાં રામેશ્વર મંદિરનો સમાવેશ થાય છે.
ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલું છે. અહીં ઇલોરાની ગુફા પણ જોવાલાય છે. ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનું નિર્માણ ઇન્દોરના રાજમાતા દેવી અહલ્યાબાઈ હોલકર દ્વારા કરાવવામાં આવ્યું છે.