May 30, 2025
જીવનમાં રંગોનું મહત્વ છે. રંગની પોતાની આગવી લાક્ષણિકતા અને ખાસિયત હોય છે, જેની સારી અને ખરાબ અસર થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કપડાના રંગની પણ વ્યક્તિના જીવન પર ઉંડી અસર થાય છે. જો સપ્તાહના 7 દિવસ અલગ અલગ ગ્રહોને સમર્પિત છે. દરેક ગ્રહનો પોતાનો રંગ હોય છે. આથી જો સપ્તાહના વાર મુજબ જે તે રંગના કપડા પહેરવાથી શુભ અસર થાય છે.
સોમવારા ભગવાન શંકરનો દિવસ છે. સોમવારનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે છે. ચંદ્ર ગ્રહનો રંગ સફેદ છે. આથી સોમવારે સફેદ કે ક્રિમ રંગના કપડા પહેરવા શુભ હોય છે. સફેદ રંગ શાંતિ, પવિત્રતા અને સાદગીનું પ્રતિક છે.
મંગળવાર હનુમાનજીનો દિવસ મનાય છે. આ દિવસનો સ્વામી મંગળ ગ્રહ છે, જેમનો રંગ લાલ છે. આથી મંગળવારે લાલ રંગના કપડા પહેરવા શુભ હોય છે. લાલ રંગ શક્તિ અને ઉર્જાનું પ્રતિક છે. મંગળવારે લાલ રંગના કપડા પહેરવાથી જીવનમાં શક્તિ અને ઉર્જાનો સંચાર થાય છે.
બુધવાર ભગવાન ગણેશનો દિવસ છે. આ દિવસના સ્વામી બુધ ગ્રહ, જે બુદ્ધિના કારક માનવામાં આવે છે. બુધવારે લીલા રંગના કપડા પહેરવા શુભ હોય છે. લીલો રંગ વૃદ્ધિનો સંકેત છે અને તે કુદરત સાથે જોડાયેલા રાખે છે. લીલા રંગના કપડા પહેરવાથી બુધ ગ્રહ પ્રસન્ન રહે છે અને બૌદ્ધિક ક્ષમતા વધે છે.
ગુરવાર ગુરુ ગ્રહને સમર્પિત છે. આ દિવસે પીળા કે નારંગી રંગના કપડા પહેરવા શુભ હોય છે. પીળો રંગ શુભ સંકેત આપે છે. પીળા રંગના કપડા પહેરવાથી જીવનમાં સારી ઘટનાઓ બનવા લાગે છે. ગુરવારે ચંદનનું તિલક લગાવવાથી કાર્યમાં અડચણ આવતી નથી.
શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ છે. આ દિવસનો સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્રવારે ગુલાબી કે મરૂન રંગના કપડા પહેરવા શુભ હોય છે. શુક્ર ગ્રહ પ્રબળ હશે તો જીવનમાં ધન સંપત્તિ, ઐશ્વર્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. શુક્રવારે પીળા રંગના કપડા ન પહેરવા જોઇએ.
શનિવાર શનિદેવ અને કાળ ભૈરવનો દિવસ છે. આ દિવસે કાળો, વાદળી, જાંબલી, કોફી કે છિકણી રંગના કપડા પહેરવા શુભ હોય છે. આ રંગ નકારાત્મક ઉર્જાથી દૂર રાખે છે. શનિ ગ્રહ સારી સ્થિતિમાં હશે તો જીવનમાં સાહસ, સમ્માન અને આત્મ વિશ્વાસની પ્રાપ્તિ થાય છે. શનિવારે લાલ રંગના કપડા પહેરવા જોઇએ નહીં.
રવિવાર સૂર્ય દેવનો દિવસ છે. સૂર્ય ગ્રહ તમામ દેવોના સૂર્ય દેવ ઊર્જાના પ્રતિક છે. રવિવારે નારંગી, લાલ કે સોનેરી રંગના કપડા પહેરવા શુભ હોય છે. સૂર્ય ગ્રહની સ્થિતિ મજબૂત કરવાની જીવનમાં માન સમ્માન અને વૈભવ પ્રાપ્ત થાય છે. સૂર્ય દેવને દરરોજ સવારે જળ અર્પણ કરવું પણ શુભ હોય છે.