શનિ ગોચર શનિ મહારાજ આ ત્રણ રાશિના જાતકોની મુસીબત વધારી શકે છે

Jan 09, 2023

Ankit Patel

કર્મફળ દાતા શનિ દેવ કુંભ રાશિમાં અસ્ત થવા જઇ રહ્યા છે. જેનો પ્રભાવ દરેક રાશિ પર પડશે. પરંતુ કર્ક, સિંહ અને વૃશ્વિક રાશિ પર ખરાબ અસર પડી શકે છે. આ રાશિ જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.

કર્ક રાશિના જાતકો માટે આ સમય થોડો હાનિકારક થઇ શકે છે. શનિદેવ તમારી ગોચર કુંડળીના આઠમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યા છે. એટલા માટે આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

કર્ક રાશિફળ

જીવનસાથી સાથે મનભેદ થઈ શકે છે. આ સમયે ભાગીદારી શરૂ ન કરો નહીં તો ધનહાનિ થઈ શકે છે. બીજી તરફ જો તમે ક્યાંક પૈસા રોક્યા હોય તો તે ડૂબી શકે છે. ઉપરાંત તમને કોઈ બાબતને લઈને માનસિક તણાવ હોઈ શકે છે.

કર્ક રાશિફળ

સિંહ રાશિ માટે સ્થિતિ પ્રતિકૂળ બની શકે છે. શનિદેવ સાતમા ભાવમાં રહેવાથી આ સમય દરમિયાન વિવાહિત જીવન અને ભાગીદારીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સિંહ રાશિફળ

ભાગીદારીના કામમાં પણ નુકસાન થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા નકામા ખર્ચાઓ વધુ રહેશે. જેના કારણે તમારું બજેટ બગડી શકે છે. આ સમયે નવો ધંધો શરૂ કરવાનું પણ ટાળો.

સિંહ રાશિફળ

શનિ ગ્રહ તમારી રાશિથી ચોથા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે. જેને ભૌતિક સુખ અને માતાની અનુભૂતિ માનવામાં આવી છે. તેથી, આ સમયે તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ

વૃશ્વિક રાશિફળ

જો તમે વેપારી છો, તો તમારે કાળજીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. તે જ સમયે, તમને નવી નોકરીની ઓફર મળી શકે છે, પરંતુ તમે આ તકોનો લાભ ઉઠાવી શકશો નહીં. સાવચેત રહેવું જરૂરી છે. 

વૃશ્વિક રાશિફળ