Navratri 2024: નવરાત્રી તારીખ અને ઘટ સ્થાપના શુભ મુહૂર્ત

Sep 19, 2024, 05:06 PM

શારદીય નવરાત્રી 2024

નવરાત્રીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. નવરાત્રીમાં માતાજીની પૂજા અર્ચના અને ઉપવાસ કરવામાં આવે છે. આસો નવરાત્રી 2024 આડે થોડાક દિવસ બાકી છે. આસો નવરાત્રીમાં ગરબા કરવા ખેલૈયાઓ થનગની રહ્યા છે. ચાલો જાણીયે આસો નવરાત્રી ક્યારે શરૂ થાય છે.

આસો નવરાત્રી 2024

આસો નવરાત્રી આસો સુદ 1 તિથિથી શરૂ થાય છે. આસુ સુદ નોમ નવરાત્રીનો છેલ્લો દિવસ હોય છે. દશેરા પર રાવણ દહન સાથે નવરાત્રી સમાપ્ત થાય છે. આસો નવરાત્રી શરદ ઋતુમાં આવે છે, આથી તેને શારદીય નવરાત્રી પણ કહેવાય છે.

આસો નવરાત્રી 2024 તારીખ

આ વર્ષે આસો નવરાત્રી 3 ઓક્ટોબર 2024થી શરૂ થાય છે અને 12 સપ્ટેમ્બર સમાપ્ત થશે. પંચાગ મુજબ આસો નવરાત્રી સુદ એકમ તિથિ 3 ઓક્ટોબર 2024ના રોજ સવારે 12.19 વાગેથી શરૂ થાય છે, જે 4 ઓક્ટોબર સવારે 2.58 મિનિટ સમાપ્ત થશે. આથી ઉદય તિથિ મુજબ નવરાત્રી 3 ઓક્ટોબરથી શરૂ થશે.

નવરાત્રી 2024 ઘટ સ્થાપના

નવરાત્રીમાં માતાજીની પૂજા અર્ચના માટે ઘટ સ્થાપન કરવામાં આવે છે. ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત 3 ઓક્ટોબર સવારે 6.19 વાગેથી 7.23 વાગે સુધી છે. તો અભિજિત મુહૂર્ત બપોરે 11.52 વાગે થી 12.40 મિનિટ સુધી રહેશે.

નવરાત્રીમાં માતાજી પાલકીમાં આવશે

માન્યતા મુજબ અઠવાડિયાના 7 દિવસ માતાજી અલગ અલગ સવારી કરે છે. દેવી પુરાણ અનુસાર માતાજી ગુરુવાર કે શુક્રવારના રોજ પાલકીમાં સવારી કરે છે. માતાજીનું પાલકીમાં આવવું અતિ શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ માતાજીનું પાલકીમાં આવવાથી સુખ સમૃદ્ધિ આવે છે.

નવરાત્રી આઠમ નોમ તિથિ

નવરાત્રીમાં આઠમ - નોમના તિથિનું બહુ મહત્વ છે. આ તિથિ પર માતાજીને નૈવેધ ધરવામાં આવે છે. મંદિરોમાં નવયંડી હવન થાય. બંગાળમાં નવરાત્રીમાં સાત તિથિથી 3 દિવસની દુર્ગાપૂજા શરૂ થાય છે.