ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિરના કરો દર્શન

Feb 08, 2023

Ajay Saroya

ગુજરાતમાં સોમનાથ જ્યોતિર્લિંગ ઉપરાંત ઘણા પ્રાચિન શિવ મંદિર આવેલા છે જેમના દર્શન કરવાથી પુણ્યફળ પ્રાપ્ત થતી હોવાની માન્યતા છે.

12 જ્યોતિર્લિંગમાં સૌથી પ્રથમ પ્રખ્યાત શિવ મંદિર છે.

સોમનાથ 

નાગેશ્વર

દ્વારકા નજીક નાગેશ્વર મંદિર આવેલું છે, જેનો 12 જ્યોતિર્લિંગમાં સમાવેશ થાય છે.

ભવનાથ

જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલું પ્રખ્યાત મંદિર છે. અહીંયા મહાશિવરાત્રીએ યોજાતી રેવાડી પ્રખ્યાત છે

કુબેર ભંડારી

ચાણોંદમાં નર્મદા કિનારે કુબેર ભંડારી મહાદેવનું મંદિર આવેલું છે.

કોટેશ્વર મહાદેવ

કચ્છમાં આવેલા કોટેશ્વર મહાદેવની કથા રાવણ સાથે સંકળાયેલી છે.

જસમલનાથજી મંદિર 

મહેસાણાના વિજાપુરનું આ શિવ મંદિર 1200 વર્ષ જૂનું છે અને એક રાષ્ટ્રીય સ્મારક છે. 

ઉત્કંઠેશ્વર મહાદેવ

કપડવંજ તાલુકામાં વાત્રક નદી કિનારે 2000 વર્ષ જૂનું શિવ મંદિર આવેલું છે.

ઘેલા સોમનાથ

ઘેલા સોમનાથ - સૌરાષ્ટ્રમાં કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું આ શિવ મંદિર પ્રસિદ્ધ યાત્રાધામ છે. 

કર્ણમુક્તેશ્વર મહાદેવ

અમદાવાદમાં 11 સદીમાં આવેલું આ મંદિર રાજા કર્ણદેવ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. 

હાટકેશ્વર મહાદેવ 

વડનગરનું હાટકેશ્વર મંદિર એ નાગર બ્રાહ્મણોના આરાધ્યા દેવનું મૂળ મંદિર છે.

સ્તંભેશ્વર મંદિર

ભરૂચમાં દરિયા કિનારે આવેલું આ મંદિર ભરતીના સમયે ડુબી જાય છે અને પાણી ઓસરતા ખુદ પ્રગટ થાય છે. 

ગળતેશ્વર મહાદેવ

ખેડા જીલ્લામાંમ મહી નદી અને ગળતી નદીના સંગમ પર આવેલું આ મંદિર 12મી સદીનું મનાય છે.