શિવલિંગ પર દૂધ અને મિશ્રી ચઢાવવાના લાભ અને રીત
શ્રાવણ માસમાં શિવલિંગમાં દૂધ ચઢાવવાનું અલગ મહત્વ છે
જ્યોતિષ અનુસાર દૂધમાં કેટીલક વસ્તુઓ ભેળવીને ચઢાવવાથી તેનું ફળ અનેક ગણું વધી જાય છે
ભક્તો ઈચ્છે તો શિવલિંગ પર દૂધની સાથે મિશ્રી મીલાવીને ચઢાવી શકો છો
પ્રત્યેક સોમવારના દિવસે શિવલિંગ પર મિશ્રી વાળું દૂધ ચઢાવવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે.
શિવલિંગ પર મિશ્રી અને દૂધનો અભિષેક કરવાથી દરેક પ્રકારના પાપોથી મુક્તિ મળે છે.
શિવલિંગ પર દૂધની સાથે મિશ્રી ચઢાવવાથી ઘરમાં સુખ -સમૃદ્ધિ, ધન-સંપત્તી આવે છે.
સોમવારના દિવસે મિશ્રીયુક્ત દૂધ શિવલિંગ પર ચઢાવવાથી માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે અને સદ્દબુદ્ધી આવે છે.
શિવલિંગ પર દૂધમાં મિશ્રી ચઢાવવાથી બાળકોનું મગજ તેજ થાય છે અને એકાગ્રતા વધે છે.
દરેક ઇચ્છાને પુરી કરવા માટે શિવલિંગમાં દૂધ અને મિશ્રી ચઢાવો
શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર દૂધ અને મિશ્રી ચઢાવવાથી શુભ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
શિવલિંગમાં દૂધ અને મિશ્રી ચઢાવવા માટે એક લોટામાં દૂધમાં થોડી મિશ્રી નાંખો.
ત્યારબાદ શિવમંત્રનો જાપ કરતા ધીમે ધીમે શિવલિંગ પર અભિષેક કરો.