Shravan Maas 2023: શ્રાવણ માસમાં ભોલેનાથના આશીર્વાદ લેવા આટલું કરો

Jul 18, 2023, 02:06 PM

શ્રાવણ ઉપાય. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. 

શ્રાવણ ઉપાય. શ્રાવણ મહિનામાં વૃક્ષ એક છોડ વાવવાનું વિશેષ મહત્વ છે

શ્રાવણ ઉપાય

શ્રાવણ માસમાં વૃક્ષારોપણ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે જ જીવનમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

શ્રાવણ ઉપાય

શ્રાવણમાં આ 4 વૃક્ષ વાવવાથી શિવશંકરના આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ-સંપત્તિ અને સમૃદ્ધિનો વરસાદ થાય છે.

બીલીનું વૃક્ષ

ભગવાન શિવને બીલીપત્ર સૌથી વધુ પ્રિય છે. એટલા માટે બીલીપત્રનો છોડ લગાવવાથી ભોલેનાથની સાથે સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ બની રહે છે.

શમીનું વૃક્ષ

શમીનો છોડ ભોલેનાથને ખાસ પ્રિય છે. શમીના છોડને વાવવા માટે સૌથી શુભ દિશા ઉત્તર અને ઉત્તર-પૂર્વ માનવામાં આવે છે. શમીનો છોડ લગાવવાથી તમને શનિદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે

તુલસી 

શાસ્ત્રોમાં તલુસીને સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે. આથી શ્રાવણ માસમાં ઘરે તુલસીનો છોડ વાવવો જોઇએ, તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. તેમજ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે

ધતુરો

ભગવાન શિવની પૂજામાં ધતુરા અવશ્ય ચઢાવવામાં આવે છે. શિવપુરાણ અનુસાર ભગવાન શિવનો ધતુરામાં વાસ હોય છે. તેથી જ શ્રાવણ માસમાં ધતુરાનો છોડ વાવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે.