Jul 23, 2025
શ્રાવણ માસમાં લોકો ભગવાન શંકરને પ્રસન્ન કરવા ઘણા મંત્રનો જાપ કરે છે, જેમા એક છે મહામૃત્યુંજય મંત્ર.
। ૐ ત્રયમ્બકં યજામહે, સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્, ઉર્વારૂકમિવ બન્ધનામ્, મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ।।
જો કે ઘણા લોકોને આ મંત્રનો જાપ કેવી રીતે અને ક્યારે કરવો તેના વિશે સાચી જાણકારી હોતી નથી.
ચાલો જાણીયે, શ્રાવણમાં આ મંત્રનો જાપ ક્યારે અને કેવી રીતે કરવો જોઇએ?
શિવપુરાણ અનુસાર, મહામૃત્યુંજય મંત્ર જાપ કરવાથી વ્યક્તિને તમામ સાંસારિક કષ્ટો માંથી મળે છે.
મહામૃત્યુંજય મંત્રનો જાપ સૂર્યોદય પહેલા કરવો જોઇએ.
શિવપુકાણ મુજબ આ મંત્રનો 108 વાર જાપ કરવાથી વ્યક્તિને શુભફળ થાય છે.
ધાર્મિક માન્યતા મુજબ આ મંત્ર જાપ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ભક્તને ધન સંપત્તિની કમી થતી નથી.
આ મંત્રનો જાપ કરવાથી બીમારી રોગ દૂર થાય છે, શારીરિક કષ્ટ મટે છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.