Apr 14, 2025
જો ઘરમાં મંદિર સ્થાપિત કર્યું છે તો તેની સાથે જોડાયેલી એક ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ.
એકવાર પૂજા કર્યા બાદ આ ભૂલ લોકો કરતા હોય છે. જે ભવિષ્યમાં મુશ્કેલીઓનું કારણ બની જાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ ઘરમાં આ ભૂલ થઈ રહી છે તો ઘરની ખુશીઓ ઉપર ખોટો પ્રભાવ જોવા મળે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે એકવાર પૂજા કરી લો છો તો ખાસ ધ્યાન રાખો કે મંદિરમાં જળપાત્ર ખાલી ન છોડવું.
વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં રાખેલું જળપાત્રમાં ગંગાજળ રાખવું જોઈએ. સાથે જ તુલસીના પત્તા હંમેશા રાખવા જોઈએ.
કોઈ કારણ ગંગાજળ અને તુલસીના પત્તા ન રાખો તો કમ સે કમ સાદું પાણી ભરી રાખવું જોઈએ.
માન્યતાઓ અનુસાર જો દેવી દેવતાઓને તરસ લાગે છે તો તેઓ મંદિરમાં રાખેલું જળપાત્રમાંથી જળ ગ્રહણ કરે છે.
જે ઘરમાં જળપાત્ર થકી જળ ગ્રહણ કરે છે તો ત્યાં હંમેશા ખુશીઓ બની રહે છે.ઘરમાં સુખ શાંતિ રહે છે.
જો પૂજા ઘરમાં તમે જળપત્ર ખાલી રાખો છો તો તેની નકારાત્મક શક્તિઓ હાવી થઈ જાય છે. ધન સાથે જોડાયેલી મુશ્કેલીઓ આવે છે.