Famous Temples In Gujarat: ગુજરાતના 5 વિશિષ્ટ મંદિર જ્યાં નથી મૂર્તિ કે છત

Nov 22, 2024, 05:17 PM

ગુજરાતના 5 વિશિષ્ટ મંદિર

ગુજરાતમાં ઘણા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. ભગવાન શંકરના જ્યોતિર્લિંગ થી લઇ શક્તિપીઠ અને ભગવાન વિષ્ણના ચારધામમાં સામેલ મંદિરો પણ ગુજરાતમાં છે. દરેક મંદિરનું ધામિક મહત્વ સાથે અમુક ખાસિયત અને વિશિષ્ટતા હોય છે. જાણો ગુજરાતના 5 ખાસ મંદિર અને તેની ખાસિયત

મોઢેરા સૂર્યમંદિર

મોઢેરા સૂર્યમંદિર ભગવાન સૂર્યને સમર્પિત મંદિર છે. મહેસાણામાં તળાવ કિનારે નિર્મિત સૂર્યમંદિરની આકર્ષક કોતરણી જોવાલાયક છે. જળાશયમાં તળિયે અને અસંખ્ય નાના મંદિરો સુધી પહોંચવા માટે પગથિયાં આવેલા છે. હાલ સૂર્યમંદિરમાં કોઇ પ્રતિમા નથી. સૂર્યમંદિરનું નિર્માણ એવી રીતે થયું છે જ્યારે દિવસ અને રાતનો સમય એક સરખો હોય ત્યારે સૂર્યના પ્રથમ કિરણો સૂર્યની પ્રતિમા પર પડે અને દક્ષિણાયન વખતે ભરબપોરે સૂર્ય બરાબર માથા પર હોય અને ગૂઢમંડપનો કોઈ પડછાયો જમીન પર પડતો નથી.

ગળતેશ્વર મંદિર

ગળતેશ્વર મંદિર ભગવાન શંકરને સમર્પિત મંદિર ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું પ્રાચીન તીર્થધામ છે. મહીસાગર અને હળતી નદીના સંગમ સ્થાન પર આવેલ ગળતેશ્વર મંદિર વિશિષ્ઠ સ્થાપત્ય શૈલીના કારણે આકર્ષણનું કેન્દ્ર છે. ગળતેશ્વર મંદિર પણ કોઇ શિખર નથી એટલે કે ઉપરથી મંદિર ખુલ્લું છે. અનેક વખત અધુરા રહેલા મંદિરના શિખરને પૂર્ણ કરવાના ઘણા પ્રયત્‍નો થયા છે. જો કે શિખરની કામગીરી પૂર્ણ થઇ શકી નથી.

અંબાજી મંદિર

ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી મંદિર માતા સતીના 51 શક્તિપીઠ પૈકીનું એક છે. અહીં માતા સતીનું હૃદય પડ્યું હોવાની માન્યતા છે. સામાન્ય રીતે શક્તિપીઠમાં મૂર્તિની પૂજા થતી હોય છે જો કે અંબાજીમાં મૂર્તિ નહીં પણ વીસા યંત્રની પૂજા થાય છે. વીસા યંત્રને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. સુંદર વસ્ત્રો અને ફુલોના હાર વડે વીસા યંત્રને મૂર્તિ હોય તેવી રીતે શણગારવામાં આવે છે. નજીકમાં જ ગબ્બર છે જ્યાં વર્ષોથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે.

હઠીસિંહ જૈન દેરાસર

હઠીસિંહ જૈન દેરાસર અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલું પ્રાચીન જૈન દેરાસર છે. હઠીસિંહ જૈન દેરાસરનું નિર્માણ ઇ.સ. 1848માં જૈન નગરશેઠ હઠીસિંહના પત્ની હરકુંરવરબાઇ એ તે સમયે 8 લાખ રૂપિયાના ખર્ચે કરાવ્યું હતું. જૈન દેરાસરમાં અદભૂદ કોતરણીથી સુશોભિત 52 જિનાલય પણ છે. અહીંની સૌથી મોટી ખાસિયત 6 માળ ઉંચો કિર્તી સ્તંભ છે, જેને જોઇ ચિતૌંડના કિર્તી સ્તંભની યાદ આવે છે.

અક્ષરધામ મંદિર

અક્ષરધામં મંદિર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલું છે. ભગવાન સ્વામીનારાયણને સમર્પિત અક્ષરધામ મંદિર અદભુત સ્થાપત્ય શૈલી અને સુંદર બાગ બગીચાના લીધે આકર્ષણનું કેન્દ્ર છે. અક્ષરધામ મંદિરની ઊંચાઈ 108 ફૂટ, લંબાઈ 240 ફૂટ અને પહોળાઈ 131 ફૂટ છે.