Jun 13, 2024
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તુલસીના છોડમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જેના કારણે આ છોડની પૂજાનું ખાસ મહત્વ હોય છે.
કેટલાક લોકો તુવસીના છોડને દૂધ યુક્ત જળ ચઢાવે છે. જોકે જ્યોતિષના જાણકાર આવું ન કરવાની સલાહ આપે છે.
જો તમે પાણીમાં દૂધ મિલાવીને તુલસી પર ચઢાવો છો તો તુસલીનો છોડ સુકાઈ જાય છે. આ પણ એક મુખ્ય કારણ છે કે દૂધ યુક્ત જળ ન ચઢાવવું જોઈએ.
ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીના છોડને દૂધ યુક્ત પાણી ચઢાવવાથી ઘરમાં કંકાસનો માહોલ રહે છે. પતિ-પત્નીના સંબંધોમાં તણાવ પૈદા થાય છે.
તુલસીના છોડને માત્ર શુદ્ધ અને ચોખ્ખું જળ અર્પણ કરવું જોઈએ. જો તમે તુલસીના છોડની સારી રીતે સંભાળ નહીં રોખો તો તમે પાપમાં પડશો.
તુલસીના છોડ સાથે જોડાયેલી ભૂલો કરવાના કારણે લક્ષ્મી માતા નારાજ થાય છે. માતા લક્ષ્મી નારાજ થવાની વ્યક્તિને ધનના નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
આ લેખમાં આપેલી જાણકારી લોક અને ધાર્મિક માન્યતાઓ ઉપર આધારિત છે. અમારા તરફથી આની પુષ્ટી કરવામાં આવતી નથી.