Nov 27, 2024
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં દરેક વસ્તુ રાખવા માટે ચોક્કસ દિશા વિશે જાણકારી આપવામાં આવી છે. ચોક્કસ દિશામાં ચોક્કસ વસ્તુ રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપતિ આવે છે. જો વાસ્તુ દોષ હોય તો જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
વાસ્તુ શાસ્ત્રમાં ઘડિયાળ લગાવવા માટે જણાંવવામાં આવ્યું છે. યોગ્ય દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘડિયાળના કાંટ સાથે વ્યક્તિનો સમય બદલાઇ શકે છે. જો વિપરીત દિશામાં ઘડિયાળ લગાવી હશે તો પડતીનો સમય પણ જોવો પડી શકે છે.
ઘડિયાળ ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ લગાવવી જોઈએ નહીં. દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. ઘડિયાળ દક્ષિણ દિશામાં લગાવવાથી ઘરમાં બીમારી અને આર્થિક તંગી આવી શકે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર અને પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવવી શુભ હોય છે. કારણ કે ઉત્તર દિશામાં કુબેર દેવ રાજ કરે છે અને પૂર્વ દિશામાં બધા દેવી દેવતા બિરાજમાન હોય છે.
ઘડિયાળ માટે ઉત્તર અને પૂર્વ દિશા શુભ હોય છે. આ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. આવક અને કમાણીના નવા માર્ગ ખુલે છે.