Apr 05, 2025
હિન્દુ માન્યતાઓમાં ઘરમાં સળગતો દીવો રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.
જે ઘરમાં રોજ દીવો પ્રગટાવવામાં આવે છે. ત્યાં હંમેશા ખુશીઓનો માહોલ રહે છે. સકારાત્મકતા બની રહે છે.
જોકે, જો સળગતો દીવો ખોટી દિશામાં રાખવામાં આવે તો તેનાથી નુકસાન પણ થવાની શક્યતાઓ થાય છે.
વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેય દક્ષિણ દિશામાં સળગતો દીવો ન રાખવો જોઈએ. જેને અશુભ માનવામાં આવે છે.
જો કોઈ ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવામાં આવે છે તો એ ઘરમાં આર્થિક સહિત અનેક મુશ્કેલીઓ આવી શકે છે.
હિન્દુ ધર્મમાં જોડાયેલી માન્યતાઓમાં દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે. એટલા માટે આ દિશામાં દીવો પ્રગટાવવો યોગ્ય નથી.
વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિશામાં દીવો રાખવાથી ઘરની બરકત ધીમે ધીમે ઓછી થવા લાગે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ભૂલના કારણે ઘરની સુખ અને શાંતિ પણ જતી રહે છે. નકારાત્મકતા આવી જાય છે.
દીવાને ઉત્તર દિશામાં રાખવુંશુભ હોય છે. આ દિશામાં દીવો સળગાવવાથી માતા લક્ષ્મી અને કુબેરની કૃપા બની રહે છે.