Apr 16, 2025
દાન દક્ષિણાનો રિવાજ રાજા મહારાજાઓના જમાનાથી ચાલતો આવ્યો છે. શું તમે જાણો છો કે અનેક એવી વસ્તુઓ છે જેનું દાન કરવાથી તમે રંકથી રાજા બની શકો છો.
વાર તહેવારે આપણે નાનું મોટું દાન કરતા હોઈએ છીએ. પરંતુ અહીં કેટલી વસ્તુઓ વિશે જણાવીશું જેનું ગુપ્તદાન કરવાથી સારો લાભ મળે છે.
કોઈ ભંડારા અથવા લંગરમાં તમે મીઠાનું દાન કરો છો તો તેનાથી તમને મહાપુણ્ય પ્રાપ્ત થાય છે
જો તમારા જીવનમાં કષ્ટ અથવા મુશ્કેલીઓ છે તો તમે મંગળારના દિવસે માચિસનું ગુપ્તદાન કરીને પોતાના કષ્ટોને દૂર કરી શકો છો.
તમે કોઈ મંદિરમાં આસનનું દાન કરી શકો છો. જેટલા પણ લોકો તેના ઉપર બેશીને પૂજા કરશે. તો એ પૂજાનું પુણ્ય તમને પણ મળશે.
જો તમે શિવલિંગ પર અભિષેકમાં વપરાતા પાત્ર એટલે કે લોટાનું દાન કરો છો તો તેનાથી તમને વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે.
કારતક માસની પૂજામાં જો તમે મંદિરમાં માટીના દીવાનું દાન કરો છો તો તમને એ પૂજાનું પુરું ફળ મળશે.
દાન કરનાર વ્યક્તિએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે દાન કર્યા પહેલા કે પછી તેના વિશે કોઈને કંઈ જ ન કહેવું. આ ગુપ્ત દાન હોવું જોઈએ.
જો તમે આ દાન અંગે જાણકારી કોઈને આપો છો તો તે ગુપ્ત દાન રહેતું નથી. અને તમને એનું ફળ પણ મળતું નથી.