Vastu tips : ઘરના મંદિરમાં રાખો આ બે ખાસ મૂર્તિઓ, પૈસાથી ભરાઈ જશે તિજોરી

Apr 07, 2025, 11:06 AM

જો ઘરમાં આર્થિક મુશ્કેલીઓ આવી છે ત્યારે વાતાવરણમાં નકારાત્મકતા આવી જાય છે. અને ખુશીઓ રહેતી નથી.

આવી સ્થિતિમાં જો ધન આવે તો પણ વધારે સમય રોકાતું નથી. ખોટી રીતે ખર્ચા થઈ જાય છે.

જો તમે પણ આ પ્રકારની આર્થિક મુશ્કેલીઓથી ઝઝૂમી રહ્યા છો તો વાસ્તુશાસ્ત્રમાં આપેલા ઉપાય મદદગાર સાબિત થઈ શકે છે.

વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમારા ઘરમાં આર્થિક મુશ્કેલીઓ સતત ચાલી રહી હોય તો પૂજા ઘર એટલે કે મંદિરેમાં બે વિશેષ મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, આર્થક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે મંદિરમાં લક્ષ્મી અને કુબેરજીની મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે તમે આ બંને મૂર્તિઓને સ્થાપિત કર્યા બાદ નિયમિત રૂપથી પૂજા અર્ચના પણ કરવી જોઈએ.

માનવામાં આવે છે કે વાસ્તુશાસ્ત્રના ઉપાયને જો કોઈ કરે છે તો ઘરમાં પણ પૈસાની મુશ્કેલીઓ રહેતી નથી.

ધનની દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરજીના આશીર્વાદથી દરેક પ્રકારની આર્થિક મુશ્કેલીઓમાંથી માણસને છૂટકારો મળે છે.

એટલું ધ્યાન રાખવું કે મુર્તિઓ સ્થાપિત કરતા પહેલા મંદિરની સારી રીતે સફાઈ કરી લો. જ્યાં ગંદકી રહે છે ત્યાં માતા લક્ષ્મી વાસ નથી કરતા.