Nov 19, 2024
વાસ્તુ શાસ્ત્રમાં ઘરની બનાવટ અને ઘરની અંદર કઇ દિશામાં કઇ ચીજ વસ્તુ રાખવી તેના વિશે ચોક્કસ નિયમો આપવામાં આવે છે. વાસ્તુ મુજબ ઘર બનાવવાથી ઘરમાં સુખ શાંતિ અને સંપત્તિનો આવે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘર અને બેડરૂમમાં ટીવી રાખવાની દિશા પણ યોગ્ય હોવી જોઇએ. વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં ટીવી રાખવાની દિશાને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ટીવી રાખવા માટે દક્ષિણ-પૂર્વ દિશા સૌથી શુભ માનવામાં આવે છે. તેને અગ્નિદેવની દિશા પણ કહેવામાં આવે છે. આ દિશામાં ટીવી રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને કલેશ દૂર થાય છે.
જો ટીવીને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું શક્ય ન હોય તો તેને પૂર્વ દિશામાં રાખી શકાય. આ દિશાને પણ શુભ માનવામાં આવે છે અને પરિવારના સભ્યોમાં સુખ-શાંતિ જાળવવામાં મદદ કરે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ટીવી એવી રીતે લગાવવું જોઈએ કે ટીવી જોનાર વ્યક્તિનું મોઢું દક્ષિણ તરફ હોય. આમ કરવાથી શુભ અને સકારાત્મકતા રહે છે.
ઘરના લિવિંગ રૂમમાં ટીવી રાખવા માટે દક્ષિણ-પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશામાં ટીવી રાખવાથી લિવિંગ રૂમમાં સકારાત્મક ઉર્જા વહે છે અને ઘરના સભ્યો વચ્ચે પરસ્પર તાલમેલ વધુ સારો રહે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ટીવી રાખવું શુભ માનવામાં આવતું નથી. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી પરિવારના સભ્યો વચ્ચે તણાવ અને મતભેદ થઈ શકે છે. પરંતુ જો બેડરૂમમાં ટીવી રાખવું ખૂબ જ જરૂરી હોય તો તેને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના પ્રવેશ દ્વારની બરાબર સામે ટીવી લગાવવું શુભ માનવામાં આવતું નથી. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે, જે પરિવારની સુખ-શાંતિ પર અસર કરી શકે છે.