Apr 10, 2025
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અલગ અલગ દિશાઓમાં કેટલીક વસ્તુઓને રાખવું ખુબ જ શુભ માનવામાં આવે છે.
ખાસ કરીને ઘરની દક્ષિણ દિશામાં આ વસ્તુઓને રાખવું ખુબ જ વધારે સારું માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં કચરો સાફ કરવા માટે વપરાતી સાવરણી રાખવી ખુબ જ શુભ માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશામાં ઝાડુ રાખવાથી ધનની દેવી ખુશ રહે છે અને માતા લક્ષ્મી વિશેષ કૃપા વરસાવે છે.
ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થવાના કારણે દરેક પ્રકારની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરની દક્ષિણ દિશામાં સોના-ચાંદી રાખવું પણ શુભ માનવામાં આવે છે.
જો તમે આ દિશામાં સોના-ચાંદી રાખો છો તો તેનો સકારાત્મક માહોલ જોવા મળે છે. ધનમાં વધારો જોવા મળે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં બેડ કે પલંગનો હેડરેસ્ટ ભાગ રાખવો પણ ખુબ જ શુભ માનવામાં આવે છે.
જો તમે ઘરની દક્ષિણ દિશામાં આવું કરો છો તો ઘરમાં ખુશીનો માહોલ રહે છે. સુખ-શાંતિનો વાસ થાય છે.