Apr 06, 2025
ભારતીય સંસ્કૃતિમાં દરેક ઘરની બહાર પગલૂછણિયા મુકવાની પ્રથા ચાલી આવી છે. જોકે હવે આ પ્રથા ક્યાં ક્યાં વિસરાતી જાય છે.
હિન્દુ માન્યતા અનુસાર પહેલાના જમાનામાં પગલૂછણિયાની નીચે મીઠું રાખવામાં આવતું હતું.
જોકે, આ પ્રથા વિશે હવે ભાગ્યે જ લોકોને ખબર હશે અને તેનું પાલન પણ કરતા હશે.
ઘરની બહાર પગલૂછણિયું માત્ર પગ લૂછીને ઘરમાં આવવા માટે નહીં પરંતુ તેનો વાસ્તુશાસ્ત્રનો ઉપાય પણ છે.
મીઠું એ નકારાત્મકતાને નષ્ટ કરે છે. ત્યારે પગલૂછણિયા નીચે મીઠું રાખવાથી ઘરમાં નકારાત્મક્તા પ્રવેશ કરી શકતી નથી.
આપણી સાથે બહારથી આવેલી નકારાત્મક શક્તિઓ આવતી હોય છે. જ્યારે આપણે મીઠા સાથે રહેલા પગલૂછણિયા પર પગ લૂછીએ ત્યારે.
મીઠું આ નકારાત્મક શક્તિઓને ચૂર ચૂર કરી નાંખે છે નષ્ટ કરી નાખે છે. આમ આપણી સાથે આવેલી નકારાત્મક્તા ઘરમાં પ્રવેશ કરતી નથી.
આવી રીતે પગ લૂછણિયા નીચે મીઠું રાખવાથી આપણે અને આપણા ઘરને નકારાત્મક શક્તિઓની સુરક્ષિત રાખે છે.