Apr 03, 2025
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં એક પક્ષીનું પીછું રાખવું ખુબ જ શુભ માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરોમાં કબૂતરનું પીછું રાખવામાં આવે છે તે ઘરમાં ક્યારેય આર્થિક સહિત અન્ય મુશ્કેલીઓ આવતી નથી.
જોકે, કબૂતરનું જે પીછું તમે ઘરમાં રાખો છો તે જાતે જ તૂટીને પડેલું હોવું જોઈએ. આ માટે કોઈ જીવને પીડા આપવી ન જોઈએ.
જો તમે આવી ભૂલ કરશો તો તેનો તમને કંઈ જ ફાયદો નહીં થાય. ઉલટાનું કોઈ જીવને પીડા આપવાથી તમે પાપના ભાગીદાર બનશો.
વાસ્તુશાસ્ત્ર અનુસાર કબૂતરનું તૂટેલું પીછું હંમેશા સફેદ કપડામાં બાંધીને મંદિર પાસે રાખવું વધારે ઉત્તમ માનવામાં આવે છે.
વાસ્ત્રુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં કબૂતરનું પીછું રાખવાથી ઘરમાં હંમેશા ખુશીઓ બની રહે છે.
આ ઉપરાંત ઘરમાં આ પીછું રાખવાથી ધનની દેવી લક્ષ્મી માતાની કૃપા વરસે છે.
લક્ષ્મી માતાની કૃપાથી પરિવારના લોકોની આવકમાં વધારો થાય છે. ઘરના બધા લોકોના કામમાં તરક્કી થાય છે.
કબૂતરનું પીછું લાલ કપડામાં બાંધીને તિજોરીમાં પણ રાખી શકો છો. જેનાથી તિજોરી ક્યારે ખાલી નહીં રહે.