પાસ્તા ઇટાલિયન ફૂડ છે પણ હવે તે ભારતીય ખોરાકનો પણ એક ભાગ બની ગયો છે.
સ્ટ્રીટ ફૂડ પર મળતા મસાલા પાસ્તા એકદમ ટેસ્ટી હોય છે. તમે આવા જ ચટાકેદાર ઘરે પણ બનાવી શકો છો.
પાસ્તા, તેલ/માખણ, ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં, લસણની કળી, બારીક સમારેલું લીલું મરચું, ટોમેટો સોસ, ચીલી સોસ, છીણેલું મોઝેરેલા ચીઝ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણા પાવડર, મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ.
એક મોટા વાસણમાં પાણી ઉકાળો અને તેમાં થોડું મીઠું અને 1 ચમચી તેલ ઉમેરો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં પાસ્તા ઉમેરો અને તેને 8-10 મિનિટ સુધી ઉકાળો.
આ પછી પાસ્તાને ગાળી લો અને તેને ઠંડા પાણીથી ધોઈ લો અને તેના પર થોડું તેલ લગાવો જેથી તે ચોંટી ન જાય.
એક કડાઇમાં તેલ અથવા માખણ ગરમ કરો. તેમાં લસણ અને લીલા મરચાં ઉમેરો અને 30 સેકન્ડ માટે સાંતળો. આ પછી ડુંગળી ઉમેરો અને તેને હળવા હાથે સાંતળો.
આ પછી તેમાં કેપ્સિકમ અને ટામેટાં ઉમેરીને રાંધો. પછી તેમાં હળદર, મરચું પાવડર, ગરમ મસાલો અને ધાણા પાવડર ઉમેરીને સારી રીતે શેકો.
બધા મસાલા સારી રીતે તળાઈ જાય પછી તેમાં બાફેલા પાસ્તા ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
તેમાં ટોમેટો સોસ અને ચીલી સોસ ઉમેરો અને 1-3 મિનિટ સુધી રાંધો. ઉપર છીણેલું ચીઝ ઉમેરો અને થોડું મિક્સ કરો.
હવે તમારા ટેસ્ટી પાસ્તા તૈયાર છે. જો તમે ઈચ્છો તો તમે તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરીને તેને સર્વ કરી શકો છો.