અત્યારના આધુનિક જમાનામં ખીચડી બનાવવા માટે મોટાભાગના લોકો સૌથી ઘાતક ભૂલ કરે છે. ખીચડીને પ્રેશર કૂક્કરમાં બનાવવી એ સૌથી મોટી ભૂલ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયો પ્રમાણે મગદાળ કે તુવેર દાળની ખીચડી જ્યારે તમે પ્રેશર કૂકરમાં બનાવો છો ત્યારે તેમાં રહેલું પ્રોટીન એકદમ નષ્ટ થઈ જાય છે.
આમ જ્યારે પણ ખીચડી બનાવવી હોય ત્યારે પ્રેશર કૂક્કરના બદલે માટીના વાસણમાં બનાવવી, નહીં તો સ્ટીલના વાસણમાં પણ ખીચડી બનાવી શકાય.
માટીના વાસણમાં ખીચડી બનાવવાથી ખીચડીમાં રહેલું પ્રોટીન જળવાઈ રહી છે. અને ખીચડીના બધા પોષક તત્વો આપણા શરીરને મળે છે.
ખીચડીમાં રહેલા બે મહત્વના તત્વો ચોખા અને દાળ એકદમ રંધાઈ જવી જોઈએ. દાળમાં રહેલું પ્રોટીન નરમ પડવું જોઈએ નહીં કે તુટવું જોઈએ.
મગદાળની ખીચડી બનાવવી હોય તો મગ અને ચોખાનું પ્રમાણે એક સરખું રાખવું. જ્યારે તુવેર દાળની ખીચડી બનાવતા હોવ ત્યારે 75% ચોખા અને 25% તુવેદ દાળ રાખવી જોઈએ.
લોટ બાંધ્યા વગર બનાવો ટેસ્ટી આલુ પરાઠા