સેવ ડુંગળી શાક રેસીપી, આવી રીતે એકદમ ટેસ્ટી બનશે

Jan 23, 2026, 08:47 PM

સેવ-ડુંગળીનું શાક ઘણા લોકોનું ફેવરિટ હોય છે. ઢાબા પર બનતા શાકનો ટેસ્ટ જોરદાર હોય છે.

જો તમે પણ ઢાબા સ્ટાઇલ સેવ-ડુંગળીનું શાક ઘરે બનાવવા માગતા હોય તો અમે તેની રેસીપી જણાવી રહ્યાં છીએ.

સામગ્રી

ડુંગળી, સેવ, તેલ, રાઇ, લાલ મરચું, આદુ લસણની પેસ્ટ, ગરમ મસાલો, ધાણા જીરુ, હિંગ, હળદર, મીઠો લીમડો, આખું જીરું, મીઠું, લીંબુ નો રસ, ઝીણી કોથમીર, પાણી.

સેવ ડુંગળી શાક બનાવવાની રીત

સૌ પ્રથમ ડુંગળીની છાલ ઉતારી મીડિયમ સાઇઝ સમારી લો. સમારાઇ જાય પછી પાણીમાં નાખો એટલે થોડી ઠંડી થાય.

એક વાટકી લો અને તેમાં લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને હળદર નાખીને સારી રીતે મિક્સ કરી દો. હવે તેમાં થોડું પાણી નાખીને મસાલાની પેસ્ટ તૈયાર કરી લો.

હવે એક કડાઈમાં તેલ નાંખીને તેને ગેસ પર મુકો દો. તેલ ગરમ થઈ જાય તો તેમાં રઈ અને જીરું નાંખીને તતડવા દો.

પછી બાદ તેમાં એક ચપટી હીંગ નાખીને સારી રીતે મિક્સ કરી દો. હવે તેમાં તૈયાર મસાલાની પેસ્ટ નાખો અને થોડી વાર સાંતળો.

થોડીવાર પછી તેમાં બારીક સમારેલી ડુંગળી નાંખો અને સ્વાદ અનુસાર મીઠું નાંખીને કઢાઈને ઢાંકીને મિશ્રણને ચઢવા દો.

જ્યારે ડુંગળી નરમ થઈ જાય તો મિશ્રણમાં દહીં નાખીને 1-2 મિનિટ સુધી સાંતળો. થોડા સમય પછી શાકની ગ્રેવી તેલ છોડવા લાગે પછી તેમાં હાથથી મસળીને કસૂરી મેથી નાંખો.

તે બાદ ગરમ મસાલો અને અડધો કપ પાણી નાંખીને ગ્રેવીને કૂક થવા દો. તે બાદ જ્યારે ગ્રેવીમાંથી તેલ અલગ થવા લાગે તો તેમાં સેવ નાખીને સારી રીતે મિક્સ કરો.

હવે કઢાઈને ઢાંકીને થોડીવાર શાકને કૂક થવા દો. થોડીવારમાં સેવ નરમ થઈ જશે. તે બાદ ગેસ બંધ કરી દો.

ઢાબા સ્ટાઇલ સેવ-ડુંગળીનું શાક તૈયાર થઇ જશે. તેને લીલા ધાણાથી ગાર્નિશ કરીને પરાઠા, ભાખરી, રોટલા કે રોટલી સાથે ગરમાગરમ સર્વ કરો.