સેવ ટામેટાનું શાક દરેક હોટલ કે ઢાબામાં જોવા મળશે. જે એકદમ ટેસ્ટી લાગે છે.
અહીં ઘરે જ હોટલ સ્ટાઇલમાં સેવ ટામેટા બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.
ટામેટાં, સેવ, ડુંગળી, રાઈ, તેલ, જીરું, ગરમ મસાલા, હળદર, લીલુ મરચું, લાલ મરચું પાઉડર, ધાણા જીરું, મીઠું, ખાંડ.
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને જીરું નાખો. જ્યારે રાઈ ફૂટવા લાગે ત્યારે તેમાં કાપેલી ડુંગળી નાખો અને તેને હલ્કી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો.
આ પછી તેમાં કાપેલું લીલું મરચું નાખો અને થોડી સેકંડ માટે સાંતળો. તેમાં કાપેલા ટામેટાં નાખો અને એક મિનિટ માટે સાંતળો.
આ પછી તેમાં મીઠું, ખાંડ અને હળદર નાખો. બરાબર મિક્સ કરો અને 2-3 મિનિટ માટે મધ્યમ આંચ પર પકાવો.
તેમાં થોડું પાણી નાખો અને બરાબર મિક્સ કરો. ટામેટાં નરમ થઈ જાય ત્યાં સુધી ધીમી આંચ પર પકાવો. થોડીવાર ચમચાથી હલાવતા રહો.
તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલા પાઉડર, ધાણાજીરું અને સેવ નાખો. તેને બરાબર મિક્સ કરો અને થોડી મિનિટ પકાવો.
આ રીતે સેવ ટામેટા શાક તૈયાર થઇ જશે. સેવ ટામેટાંના શાકને બાઉલમાં કાઢો અને લીલા ધાણાથી સજાવો. તેને પરોઠા રોટલી કે થેપલા ખાઇ શકો છો.