26 જાન્યુઆરી પર 3 દિવસની રજામાં ફરવા લાયક 7 સ્થળ

Jan 21, 2026, 05:40 PM
Photo Credit : Freepik

વિકેન્ડ ટુર પ્લાન

પ્રવાસ તન અને મનને નવી ઊર્જા અને તાજગીથી ભરી દે છે. જો તમને ફરવા જવાનું વિચારો છો તો 26 જાન્યુઆરી પર 3 દિવસનો લાંબો વિકેન્ડ આવી રહ્યો છે. અહીં 3 દિવસમાં ફરવા લાયક સ્થળો વિશે જાણકારી આપી છે.

Photo Credit : Freepik

26 જાન્યુઆરી પર લાંબુ વિકેન્ડ

વર્ષ 2026નો પ્રથમ લાંબું વિકેન્ડ 26 જાન્યુઆરી પર આવી રહ્યો છે. 26 જાન્યુઆરીના રોજ સોમવાર છે. તેની પહેલા 24 અને 25 જાન્યુઆરી શનિવાર અને રવિવારની રજાઓ આવી રહી છે. આથી 26 જાન્યુઆરીના 3 દિવસના લાંબા વિકેન્ડ પર પરિવાર અને મિત્રો સાથે ફરવા જઇ શકાય છે.

Photo Credit : Freepik

ગોવા

દરેક ભારતીયને ગોવા ફરવા જવાની ઇચ્છા હોય છે. સ્વચ્છ દરિયા કિનાર, ઉંચા નારિયેળીના વૃક્ષો, સુંદર કુદરતી દ્રશ્યો અને દરિયા કિનારે રેતીમાં બેસીને સૂર્યાસ્તનો નજારો જોવો યાદગાર રહે છે. અહીંની નાઇટ લાઇફ માણવા જેવી હોય છે.

Photo Credit : Freepik

માઉન્ટ આબુ

રાજસ્થાનનું માઉન્ટ આબુ ગુજરાત આવેલું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. શિયાળામાં અહીં કાશ્મિર જેવું વાતાવરણ હોય છે. ગુરુશિખર માઉન્ટ આબુની સૌથી ઉંચી ટોચ છે. અહીં ઘણા કુદરતી દ્રશ્યો અને જોવાલાયક સ્થળો છે. નકી લેક પર રાતનો માહોલ પ્રવાસીઓને અદભુત આનંદ આપે છે.

Photo Credit : Rajasthan Tourism

ઉદયપુર

રાજસ્થાનનું ઉદયપુર પણ 3 દિવસમાં ફરવા માટે ઉત્તમ સ્થળ છે. ચારે બાજુ અરવલ્લીના પહાડ અને વચ્ચે વિશાળ તળાવ ઉદયપુરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. સીટી પલેસે, પિછોલા લેક, સજ્જનગઢ, સહેલી બાગ સહિત ઘણી ઐતિહાસિક ઇમારતો જોવાલાયક છે

Photo Credit : Rajasthan Tourism

માથેરાન

માથેરાન મુંબઇ નજીક આવેલું ભારતનું સૌથી નાનું પણ સૌથી સ્વચ્છ હિલ સ્ટેશન છે. અહીં કાર જેવા ખાનગી વાહનો લઇ જવા પર પ્રતિબંધ છે. માથેરાન પહોંચવા માટે ટ્રોય ટ્રેનમાં બેસવું પડે છે, જે પ્રવાસને યાદગાર બનાવે છે.

Photo Credit : Freepik

મહાબળેશ્વર

મહારાષ્ટ્રનું હિલ સ્ટેશન મહાબળેશ્વ હનિમૂન માટે પ્રખ્યાત છે. અહીંની ઊંડી ખીણો, ધોધ અને કુદરતી સૌંદર્યનો નજારો પ્રવાસીઓના મનને મોહિત કરે છે.

Photo Credit : Freepik

દ્વારકા અને શિવરાજપુર બીચ

ગુજરાતમાં ઓછા બજેટમાં ફરવા માટે દ્વારકા અને શિવરાજપુર બીચ ઉત્તમ સ્થળ છે. દ્વારકાધીશ મંદિરના દર્શન બાદ તમે નાગેશ્વર જ્યોતિર્લિંગ અને બેટ દ્વારકાના દર્શન કરી શકાય છે. ત્યારબાદ નજીકમાં આવેલા શિવરાજપુર બીચની મુલાકાત પ્રવાસને વધુ મજેદાર બનાવશે.

Photo Credit : Gujarat Tourism

જેસલમેર

જેસલમેર રાજસ્થાનના રણમાં આવેલું અદભુત પ્રવાસ સ્થળ છે. સુંદર કોતરણીવાળા મહેલ, હવેલી અને સ્મારકો જોઇ મુલાકાતીઓ આશ્ચર્યચકિત થાય છે. રણમાં યોજાતા નાઇટ પ્રોગ્રામ પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

Photo Credit : Rajasthan Tourism