બરફ ગોળો ઘરે આ રીતે બનાવો, ગરમીમાં ખાવાની મોજ પડશે

Mar 05, 2026, 09:12 PM

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી વસ્તુ ખાવાની મજા આવે છે. ખાસ કરીને બરફ ગોળો બધાને બહુ ભાવે છે.

મોટાભાગના લોકો બરફ ગોળો ખાવા માટે બહાર જતા હોય છે. જોકે તમે બરફ ગોળો સરળતાથી ઘરે પણ બનાવી શકો છો. બરફ ગોળો બનાવવાની રીત જણાવી રહ્યા છીએ.

બરફ ગોળાની સામગ્રી

ક્રશ કરેલો બરફ, મેંગો સીરપ, કાચી કેરી સીરપ, કાલાખટ્ટા સીરપ, કોપરાનું છીણ, કિસમિસ, કાજુ, બદામ, તુટીફ્રુટી, ફ્રેશ ક્રીમ, ચેરી.

રેસીપી

બરફ ગોળો બનાવવા માટે સૌ પ્રથમ બરફના ટુકડા લો અને તેને મશીનમાં ક્રશ કરી નાખો. જો મશીન ના હોય તો મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો.

આ પછી એક બાઉલ કે ડીશ લો અને તેમાં બરફનો ભુક્કો નાખો. બરફ પર મેંગો સીરપ, કાચી કેરી સીરપ, કાલાખટ્ટા સીરપ નાખો.

હવે તેના પર કોપરાનું છીણ, કિસમિસ, કાજુ, બદામ, તુટીફ્રુટી, ફ્રેશ ક્રીમ, ચેરી નાખો અને તૈયાર કરો.

આ રીતે તમારો ટેસ્ટી બરફનો ગોળો તૈયાર થઇ જશે.

તેને ઘરે પરિવાર સાથે બેસીને ખાઇ શકો છો. મહેમાન આવે ત્યારે સર્વ પણ કરી શકો છો.