ટેસ્ટી શીખંડ ઘરે જ બનાવો, ગરમીમાં મજા પડશે

Feb 24, 2026, 09:05 PM

ઉનાળાની ધીરે-ધીરે શરુઆત થઇ રહી છે. ગરમીની સિઝનમાં લોકોને ઠંડી વસ્તુ ખાવાની મજા આવે છે.

શીખંડ ટેસ્ટી હોય છે અને ગરમીમાં ઠંડક આપે છે. અહીં ઘરે જ બહાર જેવો ટેસ્ટ શીખંડ બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.

સામગ્રી

દહીં, દળેલી ખાંડ, બદામ, કાજુ, પિસ્તા, એલચીનો પાઉડર, જાયફળ પાઉડર, ચારોળી.

શીખંડ બનાવવાની રીત

સૌ પ્રથમ દૂધને ગરમ કરી લો. દૂધ થોડુ ઠંડુ થાય એટલે તેમાં 2 ચમચી દહીં મેળવીને હલાવી લો. 7-8 કલાકમાં દહી તૈયાર થઈ જશે.

આ પછી એક તપેલી ઉપર ગરણી મુકી તેની પર કોટનનું કપડું મુકો અને તેમાં દહીં પાથરી લો. લગભગ 2-3 કલાક સુધી રહેવા દો જેથી દહીનું સંપૂર્ણ પાણી નીતરી જાય.

હવે કપડાને દહીં સાથે ઉંચકી લો અને દહીને એક તપેલીમાં કાઢી લો. આ પ્રકારે તૈયાર થયેલા દહીંને મસ્કો કહે છે.

હવે આ મસ્કામાં દળેલી ખાંડ, કેસરનું મિશ્રણ, ઈલાયચી પાવડર, જાયફળ પાવડર અને ચારોળી નાખી હલાવો. આ રીતે તમારો શીખંડ તૈયાર થઇ જશે

આ શીખંડને ઠંડો કરવા માટે ફ્રીજમાં રાખો. તમે તેના પર બદામ, પિસ્તા, કાજુ, તુટીફુટી નાખી શકો છો.

આ શીખંડને તમે ગરમાગરમ પુરી કે રોટલી સાથે ખાઇ શકો છો.