ઉનાળો શરૂ થઈ ગયો છે. અને માટલાનો ઉપયોગ પણ વધશે. લોકો જૂનું માટું વાપશે તો કેટલાક લોકો નવું માટલું લાવશે.
જોકે, જૂનું માટલું વાપરતા પહેલા તેને સારી રીતે ધોવું જરૂરી છે. જેથી તેની અંદર રહેલી ગંદકી દૂર થઈ જાય.
અહીં જૂના માટલાને વાપરતા પહેલા કેવી રીતે ધોવું એની સાચી રીત આપેલી છે. જેને અપનાવાથી જૂનું માટલું પણ ફ્રીજ જેવું ઠંડુ પાણી કરશે.
સૌથી પહેલા જૂના માટલાને સાદા પાણી વડે એકવાર ધોઈ લો. ત્યાર બાદ એક ચમચી વિનેગર, એક ચમચી બેકિંગ સોડા અને એક ચમચી મીઠું લો.
આ ત્રણે વસ્તુ ભેગી કરીને એક મીશ્રણ બનાવો અને આ મીશ્રણને હાથ વડે માટલાના અંદરના ભાગે સારી રીતે લગાવી દો.
ત્યાર બાદ માટલાને સારી રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લો. ત્યારબાદ માટલાને પાણી ભરી થોડા કલાક રાખી મુકો.
ત્યારબાદ માટલાને ફરીથી થોડાથી ધોઈ લો. આમ ઓછા ખરચામાં તમારું જૂનું માટલું નવા જેવું કામ કરતું થઈ જશે.
આવી રીતે ધોવાથી માટલાની અંદરના નાના છીદ્રો ખુલશે અને જૂનું માટલું પાણી વધારે ઠંડુ કરતું થઈ જશે.