ઉનાળો આવતાની સાથે છાશ પીવાનું પ્રમાણ વધી જાય છે. ઉનાળાની ગરમીમાં છાશ ઠંડક આપે છે.
ગરમીમાં રાહત મેળવવા માટે લોકો છાશ પીવાનું વધારે પસંદ કરતા હોય છે.
કેટલાક લોકો છાશમાં અલગ અલગ મસાલા ઉમેરીને મસાલા છાશ બનાવતા હોય છે.
જોકે અહીં મસાલા છાશ બનાવવાની અલગ રેસીપી આપેલી છે. જે છાશના સ્વાદને ચાર ગણો વધારી દેશે.
લાલ મરચું પાઉડર, ફૂદાના પાવરડ, જીરું પાઉડર, લીલું મરચું,સંચળ, લીલા ધાણા, બરફ
એક તપેલીમાં છાશ લો ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મરચું પાઉડર, ફૂદાના પાઉડર, જુરું પાઉડર, સંચળ ઉમેરો
ત્યારબાદ એક બે લીલા મરચાંને ચીરા પાડીને છાશમાં ઉમેરો અને પછી લીલા ધાણાને ઝીણા કાપીને ઉમેરો
આ બધી સામગ્રી ઉમેર્યા બાદ બરફના ક્યુબ ઉમેરીને ત્યારબાદ સારી રીતે વલોઈ દો. આમ તૈયાર થશે તમારી મસાલા છાશ.