કોઈપણ શહેર હોય જ્યાં પાવભાજી તો મળતી જ હોય છે. અને અલગ અલગ જગ્યામાં અલગ અલગ ટેસ્ટ મળે છે.
પાવભાજીના બદલે કંઈક નવું ટ્રાય કરવા માંગો છો તો સુરતની ફેમસ ટુકડા ભાજી રેસીપી ચોક્કસ ટ્રાય કરવી જોઈએ.
આ રેસીપી એકદમ સળર છે અને એકદમ સરળ રીતે બની જશે તો ફટાફટ આ રેસીપી નોંધી લો.
એક કપ લીલી ડુંગળીના પાન, એક કપ લીલા લસણના પાન, એક કપ કાંદા, એક કપ સીમલા મરચા,એક કપ કોબીજ, એક કપ પાલક, એક કપ ટામેટા,લીલા ધાણા, લીંબુ.
લીલા મરચાં, હળદર, કાશ્મરી લાલ મરચું, ગરમ મસાલા, પાવભાજીનો મસાલો, મીઠું, પનીર, ચીજ, હીંગ, બટર, આદુ, સુકું લસણ, જીરું
એક પેનમાં બે ચમચી તેલ લઈને એક ટુકડો બટર લો અને તેમાં બધી કાપેલી ભાજી લીલી ડુંગળીના પાન, લીલા લસણના પાન, કાંદા, સીમલા મરચા, કોબીજ, પાલક, ટામેટા લો.
ત્યારબાદ તેમાં લીલા મરચાં, હળદર, કાશ્મરી લાલ મરચું, ગરમ મસાલા, પાવભાજીનો મસાલો, મીઠું નાંખીને સારી રીતે રાંધો. ત્યારબાદ એક કપ પાણી ઉમેરીને ફરીથી રાંધો.
હવે તેમાં ફ્રાય પનીરના ટુકડા અને એક ક્યુબ ચીજ ગ્રેડ કરીને નાંખો અને સારી રીતે હલાવીને ઢાંકીને રાંધો.
હવે એક વઘારીયામાં એક ચમચી તેલ અને એક ક્યુબ બટર લઈને તેમાં હીંગ, કટ કરેલા આદુ, સુકું લસણ, જીરું ઉમેરીને તડકાને ભાજીમાં ઉમેરો.
તડકો ઉમેર્યા બાદ તેના ઉપર કાપેલા લીલા ધાણા ઉમેરો અને ઉપરથી લીંબુનો રસ ઉમેરીને મીક્સ કરો. આમ તૈયાર થઈ જશે તમારી ટુકડા ભાજી.