સવારના નાસ્તામાં ફટાફટ બનાવો સુરતી સેવ ખમણી, ઈન્સ્ટન્ટ રેસીપી
સવાર સવારમાં ગરમા ગરમ નાસ્તો મળી જાય તો મોજ પડી જાય. ત્યારે તમે સુરતી સેવ ખમણી બનાવી શકો છો.
સવાર સવારમાં ગરમા ગરમ નાસ્તો મળી જાય તો મોજ પડી જાય. ત્યારે તમે સુરતી સેવ ખમણી બનાવી શકો છો.
સુરતી સેવ ખમણીની ઈન્સ્ટન્ટ રેસીપીથી તમે ફટાફટ સવારનો નાસ્તો નબાવી શકો છો. તો રેસીપી નોંધી લો.
ચણાની દાળ, દાડમ, નાઈનોલ સેવ, કાજુ, મીઠું, હળદર, હીંગ, ઈનો, તેલ, પાણી, ખાંડ, રાઈ, આદુ, લીલા મરચા, મીઠા લીમડાના પાન, લીંબુ, લીલા ધાણા
સૌથી પહેલા 4-5 કલાક પલાળેલી ચણાની દાળને મિક્સર જારમાં નાંખીને તેમાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો.
હવે દાળના બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ઈનો અને હિંગ ઉમેરી બરાબર મીક્સ કરો.
હવે ખમણના કુકરમાં થાળીમાં બેટર પાથરીને બફાય જાય ત્યાં સુધી રાંધો. ત્યારબાદ ઠૂંઠું થવા દો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ, હિંગ અને લીલા મરચાની પેસ્ટ નાંખો અને સાંતળો. ત્યારબાદ તેમાં કાજુ અને કીસમીસ નાંખો. અને સાંતળો.
બધું બરોબર સંતળાઈ જાય ત્યારે તેમાં ખમણી ઉમેરો. ત્યારબાદ તેમાં કાપેલા લીલા ધાણા, ખાંડ, લીંબુનો રસ થોડું પાણી ઉમેરીની સારી રીતે શેકો.
હવે તેને પ્લેટમાં કાઢીને તેના ઉપર ઝીણી સેવો ભભરાવો અને દાડમના દાણાથી ગાર્નિસ કરો. આમ તૈયાર છે ઈન્સ્ટન્ટ સુરતી સેવ ખમણી.