ઘરે તવા પર બનાવો કુલચા, એકદમ ઢાબા જેવા ટેસ્ટી બનશે

Mar 04, 2026, 09:00 PM

છોલે-કુલચાને મોટાભાગના ભારતીય લોકોના ફેવરિટ છે. કુલચા સામાન્ય રીતે તંદૂરમાં બનાવવામાં આવે છે પરંતુ જો તમારી પાસે તંદૂર ન હોય તો તમે તેને તવા પર પણ સરળતાથી બનાવી શકો છો.

તમે ઘરે પણ નરમ અને સ્વાદિષ્ટ કુલચા બનાવી શકો છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

સામગ્રી

મેંદો, તેલ, બેકિંગ પાવડર, બાફેલા છૂંદેલા બટાકા, પનીર, સમારેલી કોથમીર, ખમણેલું આદુ, ઝીણું સમારેલું લીલું મરચું, શેકેલું જીરું, ક્રશ કરેલા કોથમીરના બીજ, મીઠું, લાલ મરચું પાઉડર, ઘી, દહીં, પાણી.

રેસીપી

આ માટે સૌ પ્રથમ એક મોટા બાઉલમાં મેંદો લો. તેમાં મીઠું, દહીં, બેકિંગ પાવડર અને થોડું થોડું થોડું પાણી ઉમેરીને નરમ લોટ તૈયાર કરો.

હવે આ લોટમાં 2 મોટી ચમચી તેલ નાખીને સારી રીતે મસળી લો. લોટને એક કલાક ઢાંકીને રાખો ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી લો.

સ્ટફિંગ માટે બાફેલા બટાકા અને પનીરને એક બાઉલમાં છીણી લો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કોથમીરના પાન, 2 મોટી ચમચી ખમણેલું આદુ, 2 ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ચમચી શેકેલું જીરું, 1 ચમચી પીસેલું ધાણાજીરું, મીઠું અને 1 ચમચી લાલ મરચાં પાવડર મેળવી હાથની મદદથી બરાબર મિક્સ કરી લો.

હવે ઢાંકી રાખેલા લોટ વડે નાની-નાની લોઇ તૈયાર કરો. દરેક લોટની લોઇમાં સ્ટફિંગ ભરો અને સીલ કરી દો. પછી વેલણની મદદથી લોઇને વણી લો.

બ્રશની મદદથી કુલચાની ઉપર થોડું પાણી લગાવીને કલૌંજી અને સમારેલી કોથમીર છાંટી લો.

હવે એક તવાને ગરમ કરી તેની પર 1/4 કપ પાણી રેડી લો. પાણી નાખતા જ તવા ઉપર કુલચો મુકો અને તવાને ઢાંકી દો.

કુલચાને ત્યાં સુધી રાંધવા દો જ્યાં સુધી પાણી સુકાઈ ન જાય અને નીચેનો ભાગ સોનેરી ન થઈ જાય.

આ પછી કુલચાની ઉપર ઘી લગાવી, તેને પલટાવીને બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો.

આમ કર્યા બાદ તમારા સ્વાદીષ્ટ કુલચા તૈયાર થઇ જશે. તમે તેને ગરમ-ગરમ છોલે સાથે ખાઈ શકો છો.