સાદી લાગતી ચાનો સ્વાદ વધશે ચાર ગણો, આ યુનિક સ્ટાઈલથી બનાવો ચા

Feb 25, 2026, 02:52 PM
Photo Credit : Instagram

દરેક ઘરમાં લોકોની સવાર ચાથી થાય છે. અને ચા એ દેશનું રાષ્ટ્રીય પીણુ કહેવું ખોટું નથી. દેશમાં અલગ અલગ જગ્યાએ ચા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે.

Photo Credit : Instagram

મોટા ભાગના ઘરોમાં પરંપરાગત રીતે ચા બનાવવામાં આવે છે. જોકે, અત્યારે ચા બનાવવાની નવી રીત વાયરલ થઈ રહી છે.

Photo Credit : Instagram

આ યુનિક સ્ટાઈલથી ચા બનાવશો તો તમારી ચાનો સ્વાદ ચાર ગણો વધી જશે. તો આ સાદી રેસીપી ફટાફટ નોંધી લો.

Photo Credit : Instagram

સામગ્રી

ચા પત્તી, ખાંડ, દૂધ, આદુ, ગુલાબની પાંખડીઓ, પાણી.

Photo Credit : Instagram

ચા બનાવવાની રીત

સૌથી પહેલા એક નવું કોડીયું લો અને તેને ચાની તપેલીમાં મુકો. તેમાં ચા પત્તી અને ખાંડ નાંખો. ત્યારબાદ તેમાં ગુલાબની પત્તીઓ અને ખાંડેલું આદુ નાંખો.

Photo Credit : Instagram

ચાના મસાલાને ગરમ કરો

હવે ચાની તપેલીને ગરમ કરો જેથી કોડિયામાં રહેલી ખાંડ ધીમે ધીમે ઓગળશે. ત્યારે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ઉકાળો.

Photo Credit : Instagram

દૂધ ઉમેરો

એક ઊભરો આવે ત્યારે તેમાં જરૂર પ્રમાણેનું દૂધ ઉમેરીને ઉકળવા દો. ત્યારબાદ કોડિયાને દૂધથી જ ધોઈને કોડિયું તપેલીમાં જ રહેવા દો.

Photo Credit : Instagram

ચા ઉકાળો

ચાને ત્રણ ચાર ઉભરા આવે ત્યા સુધી ધીમા તાપે ઉકાળતા રહો અને છેલ્લા ગેસ બંધ કરીને ચાને ગરમા ગરમ સર્વ કરો.

Photo Credit : Instagram