જો તમારે કંઈ તીખુ અને ચટપટું ખાવાનું મન થાય તો તમારે ઠેચા પાવ ચોક્કસ ટ્રાય કરવા જોઈએ. ઠેચા પાવ બનવામાં ફટાફટ બની જાય છે.
ઠેચા પાવનો સ્વાદ એવો કે દાબેલી અને વડાપાવ પણ તેના સ્વાદ આગળ ફિકા પડે. તો ફટાફટ રેસીપી નોંધી લો.
20 જેટલા મોળા મરચાં, 1/4 કપ લસણ, એક કપ સિંગદાણા, જીરું, કોથમરી, ચીલી ફ્લેક્સ, મીઠું, ચીજ, તેલ, પાવ
સૌથી પહેલા એક કઢાઈ લો તેમાં કાપેલા મરચા ઉમેરો અને સારી રીતે સાંતળો અને પછી લસણ ઉમેરીને સાંતળો, એક ચમચી જીરું, અને અડધો કપ કોથમીર ઉમેરીને સાંતળો.
બધું સતળાઈ જાય ત્યારે સ્વાદ પ્રમાણે મીઠું ઉમરો અને હલવો ત્યાર બાદ શેકલા સિંગદાણા ફોતરા વગરના સિંગદાણા ઉમેરો. સારી રીતે શેકી લો.
ત્યારબાદ હવે આ બધા મસાલા ઠંડા થાય ત્યારે મીક્સર જારમાં લઈને અધકચરું પીસી લો. અહીં ધ્યાન રાખવું કે એકદમ પેસ્ટ ન બની જાય.
હવે એક બાઉલમાં બે બાફેલા બટાકા ખમણી લો.એક ચમચી ઠેચા, ઝીણાં સમારેલા શિમલા મરચું, ટામેટાં, ડુંગળી, કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું અને ચીલી ફ્લેક્સ, ચીજ ઉમેરીને સારી રીતે મીક્સ કરો.
હવે તપા પર બટર અને તેમાં ચમચી ઠેચાને લઈને ગરમ કરી ફેલાવો અને પાવને વચ્ચેથી કાપીને બંને સાઈડથી ઠેચાથી કોટ કરો.
ઠેચાથી કોટેડ પાવની વચ્ચે બટેકાનું સ્ટફિંગ ભરીશું. અને પાવને ફરીથી ઠેચાથી કોટ કરી લો અને બંને બાજુ કોટ કરો. અને ગરમા ગરમ સર્વ કરીશું.