ઘઉંના લોટની ટેસ્ટી ફરસી પુરી, બાળકો રોજ નાસ્તામાં લઇ જશે

Feb 25, 2026, 10:57 PM

નાસ્તામાં રોજ એકની એક વાનગી પસંદ પડતી નથી. જોકે આજે અમે એવી રેસીપી જણાવી રહ્યા છીએ જેને તમે નાસ્તામાં ચા સાથે ખાઇ શકો છો.

આ રેસીપી ઘઉંના લોટની ફરસી પુરી છે. જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. મેંદાના બદલે ઘઉં હોવાથી તે સ્વાસ્થ્ય માટે પણ સારી છે

સામગ્રી

ઘઉંનો લોટ, રવો, તેલ, લાલ મરચું પાઉડર, હળદર, મીઠું, જીરું, અજમો, પાણી.

રેસીપી

સૌ પ્રથમ એક કથરોટમાં ઘઉંનો લોટ અને રવો ચાળી લેવો.

આ પછી તેમાં હળદર, મીઠું, લાલ મરચું પાઉડર, અજમો, જીરૂ અને તેલનું મોણ નાખીને સારી રીતે મિક્સ કરી લેવું.

આ પછી જરૂર જણાય તે પ્રમાણે પાણી અને તેલ નાખીને લોટ બાંધી લેવો. તેને ઢાંકીને 10-15 મિનિટ માટે રાખી દો. ત્યારબાદ આ લોટમાંથી પૂરી વણી લો.

આ દરમિયાન ગેસ પર એક કડાઇમાં તેલ ગરમ કરવા મુકો.

તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી તળવા માટે નાખો. પૂરી ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લો.

આ બધી પુરીને એક વાસણમાં કાઢી લો. તમે તેને ગરમાગરમ ચા સાથે સર્વ કરી શકો છો.

આ પૂરીને તમે એક ડબ્બામાં ભરીને ઘણા દિવસો સુધી ખાઇ શકો છો.