પનીર મખની, ઘરે જ બનાવો ટેસ્ટી રેસીપી

Jan 27, 2026, 08:42 PM

પનીર મખની એક સ્વાદિષ્ટ અને લોકપ્રિય ભારતીય વ્યંજન છે.

હોટલ કે ઢાબા જેવું ટેસ્ટ પનીર મખની તમે ઘરે પણ સરળ રીતે બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

પનીર મખની સામગ્રી

પનીર, તેલ, બટર, કાજુ, એલાઇચી, ટામેટા, આદુ, લસણ, મીઠું, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ગરમ મસાલો, તજ, લવિંગ, જીરૂ, હિંગ, ડુંગળી, મીઠો લીમડો, પાણી.

સૌ પ્રથમ પનીરના નાના મધ્યમ કદના કટકા કરી લેવા.

આ પછી એક પેનમાં થોડું તેલ નાખી કાપેલા ટામેટા, ડુંગળી, લસણ, આદુ, મીઠો લીમડો, હીંગ, આદુ, એલાયચી, કાજુ વગેરે નાખી કુક કરવું.

ટામેટા ચડી જાય એટલે એમાં સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચા પાવડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી ફ્રાય કરવું.

બધું બરાબર ચડી જાય એટલે તેને ઠંડુ પાડી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું. આ પછી કડાઈમાં પનીરના કટકા નાખી પનીરને થોડા સમય માટે ચડવા દેવા.

હવે ગ્રાઇન્ડ કરેલી ગ્રેવી બટરમાં ઉમેરવી. થોડીવાર રાખી ગેસ બંધ કરી દેવો. આ રીતે પનીર મખની તૈયાર થઇ જશે.

પનીર મખની ઉપર ધાણા નાખી સર્વ કરી શકો છો. તમે તેને નાન, પરોઠા કે રોટલી સાથે ખાઇ શકો છો.