શિયાળામાં એકવાર ચોક્કસ ટ્રાય કરો દૂધી સાબુદાણા ખીર, બીજી બધી ખીર ભૂલી જશો
શિયાળામાં ગરમા ગરમ ખીર મળી જાય તો મજા પડી જાય. પરંતુ શું તમે દરરોજ રેગ્યુલર ખીર ખાઈને કંટાળ્યા છો?
શિયાળામાં ગરમા ગરમ ખીર મળી જાય તો મજા પડી જાય. પરંતુ શું તમે દરરોજ રેગ્યુલર ખીર ખાઈને કંટાળ્યા છો?
જો હા, તો તમારે દૂધી સાબુદાણાની ખીર ચોક્કસ ટ્રાય કરવી જોઈએ. આ ખીર ખાઈને બીજી બધી ખરી ભુલી જશો.
એકદમ ઓછી વસ્તુઓમાંથી આ ખીર બનીને તૈયાર થાય છે. તો ફટાફટ રેસીપી નોંધી લો.
ડ્રાયફ્રૂટ્સ, સાબુદાણા, દૂધી, દૂધ, ઇલાયચી પાઉડર, ખાંડ, કેસરના વાળા
દૂધીનો એક ટુકડો લો તેને સારી રીતે ધોઈને છોલી તેને છીણી વડે છીણી લો. મધ્યમ કાણાવાળી છીણીથી છીણવું.
હવે એક પેનમાં ડ્રાયફ્રૂટ તમને જે ગમે જેમ કે બદામ, કાજુ, કીસમીસ લઈને ઝીણા કાપીને ઘીમાં રોસ્ટ કરી લો.
હવે આ પેનમાં બે ચમચી ઘી લો અને તેમાં દૂધીની છીણ નાખો અને શેકો. ત્યાર બાદ તેમાં એક વાટકી પલાળેલા સાબુદાણા નાખો.
ત્યારબાદ તેમાં તમને જરૂર હોય એટલું ગરમ દૂધ ઉમેરો, ત્યારબાદ સ્વાદ પ્રમાણે ખાંડ, અને કસરનું પાણી અને રોસ્ટેડ ડ્રાયફ્રૂટ ઉમેરો.
આ મીશ્રણ મીડિયમ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો. અને ઇલાયચી પાઉડર નાંખીને મીક્સ કરો લો. આમ તૈયાર છે દૂધી સાબુદાણાની ખીર.