શિયાળામાં પાલક ઘણો જોવા મળે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
તમે પાલકમાંથી ટેસ્ટી પકોડા બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
પાલક, તેલ, બટાકા, ડુંગળી, લીલા મરચાં, અજમો, હીંગ, આખી કોથમીર, કાળા મરી, જીરું, વરિયાળી, ચણાનો લોટ, હળદર, લાલ મરચાનો પાવડર, મીઠું, સોડા. ચોખાનો લોટ
પાલકના પકોડા બનાવવા માટે પાલકને ધોઈને કાપી લો. ત્યારબાદ બટાકા અને ડુંગળીને કાપીને તેમાં બરાબર મિક્સ કરી લો. આ પછી લીલા મરચાને સમારો અને સારી રીતે મિક્સ કરી લો
ત્યારબાદ એક કડાઇમાં કાળા મરી, જીરું, વરિયાળી અને આખી કોથમીર નાખો અને બધાને શેકી લો. ત્યારબાદ તેને પીસીને પાવડર બનાવો.
આ પછી એક બાઉલમાં પાલક, બટાકા, લીલા મરચા અને ડુંગળી નાખો. પછી તેમાં પાઉડર નાખો અને તેમાં ચણાનો લોટ ઉમેરો.
ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, હળદર, મીઠું, અજમો, સોડા અને ચોખાનો લોટ મિક્સ કરો. તેમાં થોડું પાણી નાખીને બધાને એક સાથે મિક્સ કરી બેટર તૈયાર કરો.
પછી એક કડાઇ લો અને તેમાં તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે તેમાં પકોડા ઉમેરો. સારી રીતે તળી લો અને પછી તેને બહાર કાઢી બેકિંગ પેપર પર મુકો.
આ પછી તમે પકોડા પર સંચર અથવા ચાટ મસાલો નાખો છે. તમે તેને કઢી, ડુંગળી, લીલા મરચા કે ચા સાથે સર્વ કરો.