શેરડીના રસમાંથી બનતી સાવ અલગ જ પ્રકારની ખીર, શિયાળામાં ચોક્કસ ટ્રાય કરો
શેરડી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે. પરંતુ શેરડી ખાવાનું કંટાળા જનક લાગે છે. તમે શેરડીમાંથી અલગ જ પ્રકારની ખીર બનાવી શકો છો.
શેરડી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે. પરંતુ શેરડી ખાવાનું કંટાળા જનક લાગે છે. તમે શેરડીમાંથી અલગ જ પ્રકારની ખીર બનાવી શકો છો.
શિયાળાની ઠંડીની મોસમમાં ગરમા ગરમ ખીર ખાવાની મજા પડી જતી હોય છે. જોકે, અહીં એક એવી અલગ પ્રકારની ખીરની રેસીપી વિશે વાત કરીશું.
આ ખીર કોઈ રેસ્ટોરન્ટ કે ઢાબા પર નહીં મળે. આ ખીર દૂધમાંથી નહીં પરંતુ શેરડીના રસમાંથી બને છે અને ઓછી સામગ્રીમાંથી સ્વાદીષ્ટ ખીર તૈયાર થઈ જાય છે.
દોઢ લીટર શેરડીનો રસ, અડધો કપ ચોખા,ઈલાયચી પાઉડર, 100 ગ્રામ માવો, ડ્રાયફ્રૂટ્સ
એક કઢાઈમં દોઢ લીટર શેરડીનો રસ લો અને તેને મીડિયમ ફ્લેમ પર ઉકાળો તેમાથી નીકળું ફીલ ઝારા વડે અલગ કાઢી લો.
હવે 15-20 મિનિટ સુધી પલાળેલા ચોખા ઉમેરો અને મીડિયમ -હાઈ ફ્લેમ પર ઉકાળો. ધીમે ધીમે મીશ્રણ ઘટ્ટ થવા લાગશે.
મીશ્રણ જ્યારે ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં એક ચમચી ઈલાયચી પાઉડર, 100 ગ્રામ માવો અને ઘીમાં ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ્સ નાંખી હલાવો.
આમ તમારી શેરડીના રસની ખીર તૈયાર થઈ જશે. આ ખીર ગરમા ગરમ ખાઈ શકશો અને ઠંડી કરીને પણ ખાઈ શકો છો.
શિયાળામાં ઘરે બનાવો લીલી મેથી લસણના ટીકડી વડા, ગરમા ગરમ કઢી સાથે ખાવાની મોજ પડી જશે