Pakistan Suicide Attack : પાકિસ્તાનમાં મોટો આત્મઘાતી હુમલો, ખૈબર પખ્તુનખ્વામાં 24 સૈનિકોના મોત

Pakistan Suicide Bomb Attack: તહરીક-એ-જેહાદ પાકિસ્તાન (TJP)ના પ્રવક્તા મુલ્લા મુહમ્મદ કાસિમે આ હુમલાની જવાબદારી લીધી છે. તેણે દાવો કર્યો છે કે હજુ પણ ઘણા હુમલા કરવામાં આવશે. આ આતંકવાદી સંગઠન અફઘાનિસ્તાનની તર્જ પર પાકિસ્તાનમાં સરકાર બનાવવા માંગે છે

Written by Ashish Goyal
Updated : December 12, 2023 17:30 IST
Pakistan Suicide Attack : પાકિસ્તાનમાં મોટો આત્મઘાતી હુમલો, ખૈબર પખ્તુનખ્વામાં 24 સૈનિકોના મોત
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાની ઘટના સામે આવી છે (તસવીર - સોશિયલ મીડિયા)

Pakistan Suicide Attack : પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલમાં મોટો આત્મઘાતી હુમલો થયો છે. પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં 24 જવાનો શહીદ થયા હતા. એએફપીના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે પોલીસ સ્ટેશનના ત્રણ રૂમ ધરાશાયી થઈ ગયા. ઘણા લોકો તેની નીચે દટાઈ ગયા હતા. કાટમાળમાંથી મૃતદેહને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તહરીક-એ-તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છે.

ટીજેપીએ જવાબદારી લીધી હતી

તહરીક-એ-જેહાદ પાકિસ્તાન (TJP)ના પ્રવક્તા મુલ્લા મુહમ્મદ કાસિમે મિયાંવાલી એરબેઝ પર હુમલાની જવાબદારી લીધી છે. તેણે દાવો કર્યો છે કે હજુ પણ ઘણા હુમલા કરવામાં આવશે. આ આતંકવાદી સંગઠન અફઘાનિસ્તાનની તર્જ પર પાકિસ્તાનમાં સરકાર બનાવવા માંગે છે. છેલ્લા ઘણા સમયથી તે સરકારી વિભાગોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે.

આત્મઘાતી બોમ્બરોએ દક્ષિણ વઝીરિસ્તાન આદિવાસી જિલ્લાની સરહદે આવેલા અશાંત ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં દરબાન પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન બિલ્ડિંગમાં વિસ્ફોટકો ભરેલા વાહનને ઘુસાડ્યું અને પછી મોર્ટાર વડે હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે હુમલા બાદ સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચે ગોળીબારમાં ઓછામાં ઓછા છ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 16 ઇજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો –  રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું – ભારતનું હિત હોય ત્યાં પીએમ નરેન્દ્ર મોદી પર દબાણ લાવી શકાય નહીં

સુરક્ષા દળોએ તમામ હુમલાખોરોને ઠાર કર્યા

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ તમામ હુમલાખોરોને ઠાર કર્યા હતા. પોલીસની નવી ટુકડીઓ સ્થળ પર મોકલવામાં આવી હતી અને બાદમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રમાણમાં અક અજાણ્યા આતંકવાદી સંગઠન તહરીક-એ-જેહાદ પાકિસ્તાન (TJP)એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. પાકિસ્તાનમાં કેટલાક મોટા હુમલા પાછળ આ આતંકી સંગઠનનો હાથ છે. તેના પ્રવક્તા મુલ્લા કાસિમે આ હુમલાને આત્મઘાતી મિશન (ફિદાયીન હુમલો) ગણાવ્યો હતો. હુમલાને પગલે જિલ્લાની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી જ્યારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ