Afghanistan Permanently Closes Indian Embassy in Delhi : અફઘાનિસ્તાને નવી દિલ્હીમાં પોતાના દૂતાવાસને કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. અફઘાનિસ્તાનના રાજદ્વારી મિશન નિવેદન જારી કરીને આ માહિતી આપવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હીમાં દૂતાવાસ બંધ કરવાનો તેમનો નિર્ણય આજથી (શુક્રવાર)થી પ્રભાવી થઈ ગયો છે. અફઘાનિસ્તાનનું કહેવું છે કે તે સતત ભારત તરફથી પડકારોનો સામનો કરી રહ્યું છે.
અફઘાનિસ્તાનના દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનની એમ્બેસી ભારત સરકાર તરફથી સતત પડકારોને કારણે નવી દિલ્હીમાં તેના રાજદ્વારી મિશનને 23 નવેમ્બર 2023 થી કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરવા બદલ દિલગીર છે.
આ પણ વાંચોઃ- નિજ્જર vs પન્નુ: અમેરિકા અને કેનેડાને ભારતનો જવાબ, શા માટે બંને અલગ છે?
અફઘાનિસ્તાને આ કારણ આપ્યું હતું
અફઘાનિસ્તાને દિલ્હીમાં પોતાનું દૂતાવાસ બંધ કરવા પાછળનું કારણ આપ્યું છે કે તેણે 30 સપ્ટેમ્બરે જ તેનું કામકાજ બંધ કરી દીધું હતું. ત્યારથી તેમને ભારત સરકાર તરફથી કોઈ સહયોગ મળ્યો નથી. અફઘાનિસ્તાને કહ્યું છે કે વિયેના કન્વેન્શન 1961 અનુસાર અફઘાન દૂતાવાસની પ્રોપર્ટી, બેંક એકાઉન્ટ, વાહનો અને અન્ય પ્રોપર્ટીની કસ્ટડી તેમને આપવા માટે ભારત સરકાર પાસેથી માંગ કરવામાં આવી છે.
અફઘાનિસ્તાન મધ્ય એશિયા સ્થિત એક દેશ છે. અફઘાનિસ્તાનની પશ્વિમે ઈરાન, પૂર્વે અને દક્ષિણે પાકિસ્તાન તેમજ ઉત્તર દિશામાં તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન દેશ આવેલા છે. દેશમાં થયેલ હિંસા બાદ હાલમાં તાલિબાની સરકાર દેશ ચલાવી રહી છે.





