scorecardresearch

Balloon Row: અમેરિકાએ વધુ એક ફ્લાઇંગ ઓબ્જેક્ટ તોડી પાડ્યું, કેનેડા બોર્ડર પાસે ફાઇટર જેટે બનાવ્યું નિશાન

US Military Warplane Shot Down : રાષ્ટ્રપતિ જો બાઇડનના આદેશ બાદ અમેરિકી સેનાએ આને નિશાન બનાવ્યું હતું. આ ઓબ્જેક્ટ અમેરિકા – કેનેડા બોર્ડર ઉપર જોવા મળ્યું હતું.

US Military Warplane Shot Down, US Warplane Shot Down Flying Object
અમેરિકાએ કેનેડા બોર્ડર પાસે ઉડતી વસ્તુ તોડી પાડી, (Image Credit-ANI)

America Down Another Flying Object: અમેરિકામાં એકવાર ફરીથી ફ્લાઇંગ ઓબ્જેક્ટ (Flying Object) દેખાવાનો કિસ્સો સામે આવ્યો છે. રાષ્ટ્રપતિ જો બાઇડનના આદેશ બાદ અમેરિકી સેનાએ આને નિશાન બનાવ્યું હતું. આ ઓબ્જેક્ટ અમેરિકા – કેનેડા બોર્ડર (US Canadian Border) ઉપર જોવા મળ્યું હતું. છેલ્લા એક સ્પાતહમાં આ પ્રકારના ચાર મામલાઓ સામે આવી ચુક્યા છે.

અમેરિકી સેનાએ બનાવ્યું નિશાન

રાષ્ટ્રપતિ જો બાઇડનને સતત સામે આવી રહેલી આવી ઘટનાઓ બાદ ફ્લાઇંગ ઓબ્જેક્ટને તોડી પાડવાનો આદેશ રજૂ કર્યો છે. ત્યારબાદ સેનાના યુએસ કેનેડાની સીમા ઉપર હુરોન ઝીલ ઉપર આ ઓબ્જેક્ટને નિશાન બનાવ્યું હતું. સેનાએ આને એફ-16 ફાઇટર વિમાનની મદદથી નિશાન બનાવ્યું હતું. આ પહેલા અમેરિકી સેનાએ ચીનના સ્પાઇ બલૂનને નિશાન બનાવ્યું હતું.

આ પણ વાંચોઃ- Today history 13 February : આજનો ઇતિહાસ 13 ફેબ્રુઆરી, ‘હિંદની બુલબુલ’ સરોજિની નાયડુની જન્મજયંતિ અને વિશ્વ રેડિયો દિવસ

વાયુ સેનાના જનરલ ગ્લેન વૈનહર્કે કહ્યું હતું કે અત્યારે અમે આ એક ઓબ્જેક્ટ કહી રહ્યા છીએ. તેને બલૂન કહેવું પણ યોગ્ય નથી. તેમણે કહ્યું કે નિશાન બનાવવામાં આવ્યા બાદ કેનેડાની ઝીલ પર પડ્યું હતું. અત્યારે તપાસ ચાલું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પેંટાગન અને ખાનગી અધિકારી અલાસ્કા, કેનેડા અને મિશિગન ઉપર ઉડતી ત્રણ અજ્ઞાત વસ્તુઓની તપાસ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. જેને અમેરિકાના ફાયટર વિમાનોએ શુક્રવાર, શનિવાર અને રવિવારે મિસાઇલોથી તોડી પાડ્યા હતા.

ઓબ્જેક્ટમાંથી તાર નીકળી રહ્યા છે

અમેરિકાની સેના પ્રમાણે બપોરે 2.42 વાગ્યે રાષ્ટ્રપતિ બાઇડને આદેશ આવ્યો હતો કે એફ-16ને AIM9xનો અમેરિકામાં લગભગ 20,000 ફૂટની ઉંચાઇ ઉપર નિશાન બનાવ્યું. સેનાએ નિવેદન રજૂ કર્યું હતું કે એક અષ્ટકોણની જેમ આકારમાં દેખાતા ઓબ્જેક્ટને નિશાન બનાવવામાં આવ્યું છે. જેમાં કેટલાક તાર લટકતા જોવા મળ્યા હતા. સેનાએ કહ્યું કે રવિવારે તોડી પાડનારી વસ્તુને પહેલીવાર શનિવાર બપોરે 4.45 વાગ્યાની આસપાસ જોવામાં આવી હતી.

Web Title: America us military president joe biden shot down another flying object

Best of Express