scorecardresearch

US Visa: ભારતીયો માટે અમેરિકાના વિઝા લેવાનું થયું સરળ, બાઇડન સરકારે શરુ કરી ‘ખાસ સુવિધા’

America Visa : જો બાઇડન સરકારે આ ધ્યાનમાં લઇને વિઝા નિયમોમાં ફેરફાર કર્યો છે. ભારતમાં અમેરિકી દૂતાવાસે જાહેરાત કરી છે.

American visa
અમેરિકાના વિઝા, ફાઇલ તસવીર

US Embassy: અમેરિકી વિઝા અંગે ભારતીયો માટે રાહતના સમાચાર છે. અનેક ભારતીયો માટે અમેરિકી વિઝા મેળવવા પડકાર સમાન થઈ જાય છે. એક વિઝા માટે 800 દિવસો સુધી વેટિંગ પીરિયડ રહે છે. જો બાઇડન સરકારે આ ધ્યાનમાં લઇને વિઝા નિયમોમાં ફેરફાર કર્યો છે. ભારતમાં અમેરિકી દૂતાવાસે જાહેરાત કરી છે. બીજા દેશોથી પણ ભારતીય અમેરિકી વિઝા માટે એપ્લાય કરી શકો છે. આ પગલું બેકલોગની સંખ્યાને ઓછી કરવાની સાથે યુએસ વિઝા માટે 800 દિવસના વેટિંગ પીરિયડને જોતા કરવામાં આવ્યો હતો.

અમેરિકી દૂતાવાસે ટ્વીટ કરીને આપી જાણકારી

નવા નિયમો અનુસાર જો કોઈ ભારતીય બિઝનેસ અથવા ટૂરિસ્ટ વિઝા માટે એપ્લાય કરવા માંગે છે તો કોઈ અન્ય દેશોમાં હાજર અમેરિકી દૂતાવાસથી આવેદન કરી શકશે. અમેરિકી દૂતાવાસ તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે “શું તમે આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય યાત્રા કરવી છે. જો એવું હોય તો અમેરિકી દુતાવાસ અથવા વાણિજ્ય દૂતાવાસમાં વિઝા મેળવવા માટે સક્ષમ થઈ શકો છો. ઉદાહરણ માટે @USEmbassyBKKને આવનારા મહિનાઓમાં થાઇલેન્ડમાં રહેનારા ભારતીયો માટે B1/B2 આવેદન ક્ષમતા ખોલી છે.”

કાન્સિલર સ્ટાફ વધારવા પર અપાશે ભાર

નવી સુવિધા શરુ કરવાની સાથે જ કાઉન્સિલર સ્ટાફ વધારવા પર ભાર આપવામાં આવ્યો છે. પહેલીવાર અરજી કરવા માટે વિશેષ ઇન્ટરવ્યૂ પણ આયોજીત કરવામાં આવશે. કોવિડ મહામારી દરમિયાન અમેરિકી દૂતાવાસોમાંથી અનેક કર્મચારીઓને જવા દીધા હતા કારણ કે એ સમયે અરજી કરવામાં આવતી ન્હોતી.

ભારત એ એવા ઓછા દેશોમાં સામેલ છે જ્યાં કોરોના વાયરસ સંબંધિત યાત્રા પ્રતિબંધ હટાવ્યા બાદ અમેરિકી વિઝા માટે આવેદનોની સંખ્યામાં તેજી જોવા મળી હતી. અમેરિકાએ ઘોષણાની જાહેરાત કરી છે કે આ વર્ષે ગરમીઓ સુધી અને કર્મચારીઓની ભરતી કરશે.

ઉપરાંત જે ભારતીયો તેમના વિઝા રિન્યૂ કરવા માગે છે તેઓ ડ્રૉપબૉક્સ દ્વારા તેમની અરજી સબમિટ કરી શકે છે. તેઓને કોઈ વધુ બાયોમેટ્રિક મૂલ્યાંકન માટે રૂબરૂ હાજર થવા માટે કહેવામાં આવશે નહીં કારણ કે તેમના બાયોમેટ્રિક્સ પહેલેથી જ યુએસ સરકાર પાસે છે.

Web Title: American government indians to get us visa joe biden

Best of Express