બંગાળની ખાડીમાં બનેલા ચક્રવાતી વાવાઝોડું સિતરંગ (Cyclone Sitrang) સોમવારે સવારે બાંગ્લાદેશના તટ પર ટકરાવ્યું હતું. ચક્રવાત તટ સાથે ટકરાવ્યા બાદ વૃક્ષો પડવાના કારણે એક જ પરિવારના ત્રણ લોકો સહિત ઓછામાં ઓછા સાત લોકોના જીવ ગયા હતા. કેટલાક ભાગોમાં મકાનો પણ ક્ષતિગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ આવી પરિસ્થિતિ વચ્ચે હજારો લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા.
સિતરંગ વાવાઝોડાએ ઉત્તર – પૂર્વોત્તર તરફ આગળ વધવા અને સોમવારે સાગર દ્વીપથઈ 260 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં ટકરાવવા બાદ મૌસમ વિભાગે તટીય બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી. મૌસમ વિભાગ અનુસાર વાવાઝોડાના પગલે પશ્વિમ બંગાળના ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા અને નદિયા જિલ્લામાં પણ મંગળવારે વરસાદ થવાની શક્યતાઓ છે.
ચક્રવાતના પ્રભાવતથી ભારત મૌસમ વિજ્ઞાન વિભાગે આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદ થવાની શક્યતાઓ સેવી છે. સિતરંગના બરગુના, નરૈલ, સિરાજગંજ જિલ્લા અને ભોલાના દ્વીપ જિલ્લામાં ઓછામાં ઓછા પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ બંગાળમાં તોફાન મંડરાવવાનો ખતરો જોતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તંત્રને એલર્ટ કરી દીધું હતું.