બીબીસીના ચેરમેન રિચર્ડ શાર્પે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઘણા સમયથી તેમના પર રાજીનામું આપવાનું દબાણ હતું અને હવે શુક્રવારે તેમણે આ મોટું પગલું ભર્યું છે. રિચર્ડ શાર્પ પર આરોપ છે કે તેમણે યુકેના ભૂતપૂર્વ પીએમ બોરિસ જોન્સનને મદદ કરવા માટે લોન સાથે સંકળાયેલી જાહેર નિમણૂંકોમાં અમુક નિયમોનો ઉલ્લંઘન કર્યો છે. સ્વતંત્ર રિપોર્ટની તપાસમાં આ મોટો ખુલાસો થયો હતો અને ત્યારથી રિચર્ડ શાર્પના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.
શું આરોપ છે, જોન્સન સાથે શું છે કનેક્શન ?
હાલ બ્રિટન સરકારે કહ્યું કે, રિચાર્ડ શાર્પે જૂનના અંત સુધી પદ પર રહેવું પડશે કારણ કે તેમના અનુગામીની હજુ સુધી પસંદગી કરવામાં આવી નથી. અહીં એ સમજવું જરૂરી છે કે બીબીસીના ચેરમેન બનતા પહેલા શાર્પ ગોલ્ડમેન સાશમાં બેંકર હતા. હવે આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમના વતી પૂર્વ પીએમ બોરિસ જોન્સનને લગભગ 10 લાખ ડોલરની લોન આપવામાં આવી હતી. અને કેમ કે તેમણે પૂર્વ પીએમને આટલી મોટી મદદ કરી, તેના બદલામાં તેમને બીબીસીના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા.
રિચાર્ડ શાર્પ આ કેસમાં કેવી રીતે ફસાયા ?
રાજીનામું આપતી વખતે શાર્પે એક જાહેર નિવેદનમાં કહ્યું છે કે બીબીસીના હિતોને પ્રાથમિકતા આપીને મેં અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે અને વિદેશ મંત્રી અને બોર્ડને મોકલી આપ્યું છે. હવે અહીં એ સમજવું જરૂરી છે કે શાર્પે પોતે કબૂલ્યું છે કે કેબિનેટ સેક્રેટરી સાયમન કેસ અને મિસ્ટર જોન્સનના દૂરના પિતરાઈ ભાઈ સેમ બેલીથ વચ્ચે તેમના વતી એક મહત્વપૂર્ણ મિટિંગ કરવામાં આવી હતી. આ જ મીટિંગમાં બોરિસ જોન્સનને લોનની ઓફર કરવામાં આવી હતી. સૌથી મોટી વાત એ છે કે, શાર્પે મીટિંગની વાત સ્વીકારી રહી છે, પરંતુ તેમની તરફથી લોન આપવામાં આવી અથવા તેમણે તેમના પદથી કોઇ મદદ કરી, આ વાતને તેઓ સંપૂર્ણપણે નકારી રહ્યાં છે.

તપાસકર્તા શું કહે છે?
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, એન્ડ્રુ હેપિનસ્ટોલે આ સમગ્ર મામલાની તપાસ કરી હતી, તેઓ ઓન રેકોર્ડ કરી રહ્યા છે કે બોરિસ જોન્સનના અંગત કામોમાં શાર્પની કોઈ ભૂમિકા નથી, આવા કોઈ પુરાવા મળ્યા નથી, માત્ર તેમની તરફથી એક મિટિંગ યોજવામાં આવી હતી. અત્યારે ભલે ગમે તેટલી દલીલો આપવામાં આવી રહી હોય, પરંતુ બ્રિટનમાં વિપક્ષોએ સરકારને ઘેરવાને મોટો મુદ્દો બનાવી દીધો છે. ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે આ વિવાદને કારણે બીબીસીની છબીને નુકસાન થયું છે અને તેના સ્વતંત્રતા પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
Disclaimer: આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો