Benjamin Netanyahu Prime Minister: 1 નવેમ્બરએ ઇઝરાયલનની ચૂંટણીમાં 73 વર્ષના લિકુડ પાર્ટીના વડા બેન્જામિન નેતન્યાની છઠ્ઠી વખત જીત થઇ હતી. નવેમ્બરના મહિનામાં રાષ્ટ્રપતિ ઈસ્હાક હરજોગએ અધિકારીક રૂપથી બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu) ને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. ભ્રષ્ટાચારને આરોપોથી ઘેરાયેલ 73 વર્ષીય બેન્જામિન નેતન્યાહુએ બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ ઈસ્હાક હરજોગને સૂચના આપી હતી કે તેઓ ફરીથી સરકારનું ગઠન કરવા તૈયાર છે. તેમને કેસેટથી 120માંથી 64 સદસ્યોનું સમર્થન મળ્યું છે.
પીએમ મોદી અનવે બેન્જામિન નેતન્યાહુની દોસ્તી:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બેન્જામિન નેતન્યાહુની વચ્ચે દોસ્તીની ચર્ચા ઘણી હતી. એવામાં ઇઝરાયલની સત્તા પર એકવાર ફરી બેન્જામિન નેતન્યાહુ કબજો કરીને ભારત સાથેનો ઇઝરાયલનો સંબંધ વધારે મજબૂત થવાના અણસાર છે. પ્રધાનમંત્રી મોદી અને બેન્જામિન નેતન્યાહુની દોસ્તી ઘણી વાર સામે આવી છે.’
આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
ભારતનો 72 મોં ગણતંત્ર દિવસના અવસર પર બેન્જામિન નેતન્યાહુએ લખ્યું કે ” આપણી દોસ્તી વર્ષે ને વર્ષે આગળ વઘતી જાય છે”. તેમણે પ્રધાનમંત્રી મોદીની સાથે તસ્વીર પણ શેયર કરી હતી. જેમાં લખ્યું હતું કે મારા મહાન મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમને અને ભારતના લોકોને 72માં ગણતંત્ર દીવસની શુભકામનાઓ. આપણી દોસ્તી વર્ષેને વર્ષે વધતી જાય છે. પ્રધાન મંત્રી મોદી પણ સતત ટ્વિટ્ટ અને પોતાની યાત્રાઓ દ્વારા બંનેવ વચ્ચે મજબૂત સંબંધ દર્શાવે છે.
આ પણ વાંચો: આજનો ઇતિહાસ : 21 ડિસેમ્બર રસાયણશાસ્ત્રી મેરી ક્યુરીએ રેડિયમની શોધ કરી
ઘુસણખોરી અને છેતપિંડી જેવા આરોપ:
બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) પોતાના સેન્ટર લેફ્ટ વિરોધી યાયર લેપિડને હરાવીને ઇઝરાયલના પ્રધાનમંત્રી પદ પર લાંબા સમય સુધી રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ ઘૂસણખોરી, છેતપિંડી જેવા આરોપથી ઘરાયેલ નેતન્યાહુ ની સફર સરળ રહી નથી. તેમનું નામ 2019 માં ત્યારે ચર્ચામાં આવ્યું હતું કે જયારે તેમને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમને આ આરોપોને ખોટા ગણાવ્યા હતા. તેમના પર એવો આરોપ લાગ્યો હતો કે નેતન્યાહુએ વેપારીઓ પાસેથી મોંઘી ગિફ્ટ્સ લીધી અને સમાચારોમાં રહેવા માટે મીડિયાને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. નેતન્યાહુએ આ વિપક્ષનું કાવતરું ગણાવ્યું હતું.