Bill Gates New Girlfriend: પ્રખ્યાત ઉદ્યોગપતિ બિલ ગેટ્સ ફરીથી ન્યૂઝમાં છવાયા છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બિલ ગેટ્સ પૌલા હર્ડને ડેટ કરી રહ્યા છે. પૌલા હર્ડ ઓરેકલના સ્વર્ગસ્થ સહ-CEO માર્ક હર્ડની પત્ની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 67 વર્ષીય બિલ ગેટ્સ અને 60 વર્ષીય પૌલા હર્ડ લગભગ એક વર્ષથી રિલેશનશિપમાં છે.
બિલ ગેટ્સ અને પૌલા હર્ડના એક નજીકના મિત્રએ ડેઇલી મેઇલને જણાવ્યું હતું કે બંને એકબીજાને પ્રેમ કરે છે અને તેમના તમામ નજીકના મિત્રો તેના વિશે જાણે છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે હવે બંનેને રિલેશનશિપમાં આવ્યાને લગભગ એક વર્ષ થઈ ગયું છે. અત્યાર સુધી પૌલાને ‘મિસ્ટ્રી વુમન’ કહેવામાં આવતી હતી પરંતુ હવે તે કોઈ રહસ્ય નથી કારણ કે તેની નજીકના દરેક લોકો આ રોમેન્ટિક સંબંધ વિશે જાણે છે.
આ પણ વાંચો : Spy Balloon થી ભારતની પણ જાસૂસી કરી રહ્યું હતું ચીન, અમેરિકાના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
પૌલા હર્ડ કોણ છે?
પૌલા ફિલાન્થ્રોપિસ્ટ તરીકે ઓળખાય છે. તેણીએ ટેક એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું છે પરંતુ હવે તે ઇવેન્ટ પ્લાનર તરીકે કામ કરી રહી છે. બિલ અને પૌલાના કેટલાક કોમન મિત્રો છે. 23 સપ્ટેમ્બર, 2022 ના રોજ લંડનના O2 એરેના ખાતે લેવર કપમાં બંનેને સાથે જોવામાં આવ્યા હતા. હાલમાં જ આ જોડી ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ જોવા મળી હતી.
આ પણ વાંચો : Spy Balloon : ‘સ્પાય બલૂન’ એ યુએસ અને ચીન વચ્ચેનો નવીનતમ ફ્લેશ પોઇન્ટ છે: આ વર્ષો જૂનું લશ્કરી ઉપકરણ શું છે?
પૌલા હર્ડે વર્ષ 1990માં માર્ક હર્ડ સાથે લગ્ન કર્યા હતા. ઓક્ટોબર 2019માં માર્કનું અવસાન થયું હતું. તેઓ કેન્સરથી પીડાતા હતા. માર્ક અને પૌલાને બે પુત્રીઓ છે પણ છે જેનું નામ કેથરિન અને કેલી છે.
બિલ ગેટ્સ અગાઉ મેલિન્ડા ગેટ્સથી છૂટાછેડા દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. તેણે એકવાર કબૂલ્યું કે જો તે સમય પાછો ફેરવી શકે, તો તે મેલિન્ડા સિવાય અન્ય કોઈ સાથે લગ્ન કરશે નહિ, મેલિન્ડા સાથેના લગ્ન વિશે તેણે કહ્યું હતું કે, “તે એક શાનદાર લગ્ન જીવન હતું. મેં તેને બદલ્યું ન હોતું, તમે જાણો છો, હું બીજા કોઈ સાથે લગ્ન કરવા માંગતો નથી.”